Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:મનપામાં ઐતિહાસિક જીત બાદ ભાજપની આભારસભા

    2 days ago

    ભારતીય જનતા પાર્ટી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક 59 સીટ ઉપર વિજય મેળવ્યો તથા 1 સીટ ઉપર બિનહરીફ થઇ આમ કુલ 60 સીટ થી ઈતિહાસ રચ્યો. આ ઐતિહાસિક જીત સંદર્ભે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા, જામનગર શહેરના નગરજનોને આભાર વ્યક્ત કરવા ચાંદી બજાર ખાતે ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત વિજય શંખનાદ તથા જય જય શ્રી રામ ના નાદ થી કરવામાં આવેલ. જગદીશભાઈ પુંજાણી દ્વારા સંખનાદ કરવામાં આવેલ. મહામંત્રીઓ દ્વારા નવા ચૂંટાયેલ કોર્પોરેટરોને કમળ પુષ્પ અર્પણ કરી સ્વાગત કરેલ. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉદ્બોધન કરવામાં આવેલ. તેઓએ જણાવેલ કે, આ ઐતિહાસિક જીત પછી ઉપસ્થિત તમામ નવનિયુકત કોર્પોરેટરો, મંત્રી, ધારાસભ્ય, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, ચૂંટણી સમિતિ, સામાજિક આગેવાનો, પેજ પ્રમુખો, વોર્ડ પ્રમુખો નો આભાર માન્યો હતો. તેઓ એ જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીજી એ દેશને જે વિકાસપથ આપ્યો છે, તેનું પરિણામ સ્વરૂપ આ ઐતિહાસિક પરિણામ છે. મહિલા મોરચા દ્વારા 1500 થી વધુ ખાટલા બેઠક કરવામાં આવેલ, અનેક બેઠકો વિવિધ મોરચાએ દ્વારા કરવામાં આવેલ. પક્ષનો એક એક કાર્યકર્તા નાની નાની સભાઓ કરી લોકોનો સંપર્ક કર્યો હતો. આ વિરાટ જીતનો શ્રેય આ તમામના શિરે જાય છે. તેઓ એ વિશેષ થી જણાવેલ કે આ જનાદેશ એ એક જવાબદારી છે. દરેક લોકપ્રતિનિધિ / કોર્પોરેટર સત્તત પ્રજાસમક્ષ રહેશે તેવી ખાતરી અપાઈ હતી . સાંસદ પૂનમબેન માડમ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે, મંત્રી રીવાબા જાડેજા મજબૂત નિર્ણયશક્તિ વાળા છે, તો દિવ્યેશભાઈ અકબરી સત્તત જાગૃત રહેનાર ધારાસભ્ય, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે સહીત ચૂંટણી સમિતિના સભ્યોની કામગીરીની સરાહનીય કરેલ. તેઓએ જણાવેલ કે વોર્ડ ન 12 ફોર્મ ભરવું એ પણ એક હિમ્મત ની બાબત છે. અને આપણા માટે એ ઉમેદવારો કોર્પોરેટરો જ છે. તેઓએ 60 સીટની આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરતાને આપેલ. સાંસદએ જણાવ્યું કે નાગરિકો એ પોતાની જવાબદારી પૂર્ણ કરી, હવે વિપક્ષ પણ નથી, એટલે ફરજિયાત પણે કામ, સુવિધા લઈ લોકો પાસે જવાનું રહેશે. આપણે એક પ્રોગ્રેસિવ રાજનીતિથી જનાદેશ આપ્યો છે. હવે વિપક્ષ કામ કરવા નહીં દેતું, તેવું બહાનું નહીં ચાલે. તેઓએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે, કોંગ્રેસના ઘણા નેતાઓ 2027ની તૈયારી કરતા હતા, પણ પબ્લિક એ જનાદેશ આપી સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે કોઈ આગોતરા આયોજન કરતા હો તો રહેવા દેજો. સાંસદે વધુ માં જણાવેલ કે કોર્પોરેશન એ જનસેવાનું સ્થાન છે. આપણી માલિકી ની જગ્યા નહીં, સરકાર દ્વારા મોકલવામાં આવેલ એક એક રૂપિયો જનહિત માટે જ વપરાય, ગુણવત્તાયુક્ત કામ થાય તેવી કામગીરી કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સૌથી વધુ વોર્ડ નં.11માં નાટોના મતો:શહેરમાં 4,064 મતદારોને એક પણ ઉમેદવાર ન ગમ્યા
    Next Article
    પ્રજાકીય પહેલ:જિલ્લા પોલીસ વડાએ 18 અરજદારો સાથે સીધી મુલાકાત કરી: પ્રજામાં સકારાત્મક સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment