Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:લેડી હોસ્પિટલની ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

    2 days ago

    પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં આવેલ ઇલેક્ટ્રિક પેનલ આસપાસ વેન્ટીલેટશનના અભાવે ટેમ્પરેચર વધી જતાં પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.આ ઘટનાની જાણ હોસ્પિટલના સ્ટાફને થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓને હોસ્પિટલ બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે આ ઘટનામાં હોસ્પિટલનો 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં વધારો થયો છે.ત્યારે ગરમીમાં આગની ઘટનાઓ પણ વધે છે.પોરબંદર શહેરમાં બુધવારે સવારથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો હતો.ત્યારે બુધવારે સવારે 9 વાગ્યે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની રૂપાળીબા લેડી હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગ સામે આવેલ ઇલેક્ટ્રિક પેનલમાં વેન્ટીલેશનના અભાવે પેનલનું ટેમ્પરેચર વધી જતાં સ્પાર્ક થયું હતું જેને લઈને શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બની હતી. આ ઘટનાને લઈને હોસ્પિટલમાં અફળા તફળી મચી ગઇ હતી અને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તમામ દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. મહિલા દર્દીઓ હોસ્પિટલ બહાર નિકળી ગયા લેડી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટના બાદ વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે મહિલા દર્દીઓને ગરમીમાં હોસ્પિટલ બહાર રોડ પર બેસવાની નોબત આવી હતી તો અમુક દર્દીઓ હોસ્પિટલમાં જ ગરમીમાં શેકાયા હતા.જોકે 3 કલાક બાદ ફરી વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:જમીનના ભાગ મુદ્દે ભાઈઓ, પિતાએ યુવક પર હુમલો કર્યો
    Next Article
    5.50 તોલાના સોનાના દાગીનાની ચોરી:પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર મકાનમાં તસ્કર ત્રાટક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment