Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:જમીનના ભાગ મુદ્દે ભાઈઓ, પિતાએ યુવક પર હુમલો કર્યો

    2 days ago

    મેંદરડાના લીલવા ગામે લગ્ન પ્રસંગે બઘડાટી બોલતા જમીનના ભાગ મુદે ભાઈઓ, પિતાએ યુવક પર હુમલો કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ કસ્તુરબાગ સોસાયટી દોલતપરામાં રહેતા મૂળ વિશળ હડમતીયાના 40 વર્ષીય બશીરભાઈ મોતીભાઈ વિશળની ફરિયાદ અનુસાર તેઓ, તેના પત્ની, દીકરી, દીકરા સાથે સોમવારે મેંદરડાના લીલવા ગામે પોતાના કુટુંબી ભાઈની જાનમાં ગયા હતા. ત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં, ત્યાં હાજર તેના પિતા મોતીભાઈ વિશળ અને ભાઈઓ અકબર, ઉમેઝ, અકરમ અને બહેન રશીદાબેન રહીમભાઈ સાથે જમીનમાં ભાગ આપવા મુદે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અકબરે પોતાની બોલેરો ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી બશીરભાઈના ડાબા હાથ પર ફટકાર્યો હતો. જ્યારે અન્ય ભાઈઓ અને બહેન રસીદાબેને તેમને તથા તેના પત્ની, બાળકોને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બશીરભાઈ સહિતનાને મેંદરડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મેંદરડા પોલીસે આ મામલે યુવકની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    નદીકાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ પર:ઓઝત 2 ડેમના દરવાજાના સમારકામ માટે 30 એપ્રિલે પાણી છોડાશે, ભર ઉનાળે ઘેડ વિસ્તારમાં પાણી આવશે
    Next Article
    દુર્ઘટના:લેડી હોસ્પિટલની ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment