Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે કડક પગલું:તાપીના તેજસ ભાઈ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયા

    6 days ago

    તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ સામે કડક પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવાએ તેજસભાઈ આર. દેસાઈને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. આ નિર્ણય પ્રદેશ સ્તરેથી મળેલી સત્તા અનુસાર લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. તેજસભાઈ દેસાઈ પર પક્ષની નીતિઓ અને શિસ્ત વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ હતો. જેને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક અસરથી પાર્ટીના પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદમાંથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં આ કાર્યવાહીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા જોર પકડી રહી છે. પાર્ટી દ્વારા શિસ્ત જાળવવા અને આંતરિક ગઠબંધન મજબૂત રાખવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. જિલ્લા ભાજપ દ્વારા આ અંગેની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને પણ મોકલવામાં આવી છે. આગામી સમયમાં આ મામલે વધુ રાજકીય અસર જોવા મળી શકે છે. વધુમાં તેજસભાઈ દેસાઈ, વ્યારા નગરપાલિકાના વોર્ડ નં. 5માંથી બિનહરીફ ચૂંટાયેલા સભ્ય નિમિષાબેન દેસાઈના પતિ છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:યુવકે દવા પીધી, સારવારમાં મોત થયુ , કારણ અકબંધ
    Next Article
    મનપા માટે ઉઘરાણી આકરી બની:શહેરની 4.91 લાખમાંથી દોઢ લાખ મિલકતનો 350 કરોડ વેરો બાકી, ઉઘરાણીની નોટિસમાંથી 25 હજાર પાછી આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment