Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા માટે ઉઘરાણી આકરી બની:શહેરની 4.91 લાખમાંથી દોઢ લાખ મિલકતનો 350 કરોડ વેરો બાકી, ઉઘરાણીની નોટિસમાંથી 25 હજાર પાછી આવી

    1 week ago

    મહાનગરપાલિકાની વેરા શાખા આકરી ઉઘરાણી માટે જાણીતી છે. પણ હાલ તેને જ ઉઘરાણી આકરી બની છે. કારણ કે, જૂના રાજકોટમાં બાકી વેરાને લઈને કરોડો રૂપિયાની વસુલાત માટે મિલ્કત ધારકો મળતા જ નથી. રાજકોટ શહેરમાં મનપાના ચોપડે 4.91 લાખ મિલ્કત નોંધાયેલી છે. આ પૈકી દોઢ લાખ મિલ્કતો એવી છે કે, જેનો વેરો 25 હજારથી વધુનો બાકી છે. કુલ સરવાળો 350 કરોડ રૂપિયાથી પણ વધી જાય છે. આ માટે અલગ-અલગ મિલ્કત ધારકોના મોબાઈલ નંબર શોધવામાં આવ્યા હતા. ટેક્સ શાખાએ ત્રણ વખત એસએમએસ અને ત્યારબાદ ત્રણ વખત વોટ્સએપ અને ઇ-મેલ, આ મુજબ કુલ સાત વખત વેરાબિલની બજવણી કર્યા હતા. બાકીદારોને વેરાબિલ સ્પીડ પોસ્ટથી રવાના કરાયા હતા. ત્યારબાદ અન્ય તમામ મિલકતધારકોને પોસ્ટથી બિલની બજવણી કરાઇ હતી. બિલની બજવણી થયા બાદ બાકીદારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર 3 વખત એસએમએસથી અને ત્રણ વખત વોટ્સએપથી વેરાબિલની બજવણી કરાઇ હતી. આ મુજબ કુલ સાત વખત બિલ બજવણી કમ આઉટ સ્ટેન્ડિંગ અંગે રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા. જો કે, 25 હજાર બિલ સ્પીડ પોસ્ટમાંથી પરત આવ્યા છે. આ આંકડો ખૂબ મોટો છે. અને નોટિસ પરત આપવાના કારણમાં એવું નોંધવામાં આવે છે કે, આ મિલકતમાં આસામીઓ હાજર નથી, મિલકતધારકો સ્થળાંતર કરી ગયા છે, ખરીદનારે વેરાબિલમાં નામ ટ્રાન્સફર કરાવ્યું નથી. જેના લીધે હવે વોર્ડ ઓફિસરોની ટીમ મોકલી સ્થળ તપાસ કરાવવામાં આવી રહી છે. વેરા વિભાગે જણાવ્યું છે કે, અગાઉ બિલ અને નોટિસ અપાઇ ગઇ હોય તેવા આસામીઓ વિરુદ્ધ હાલમાં પણ એકલ દોકલ મિલકતો સીલ કરવાનું ચાલુ જ છે.જો કોઈને વેરાબિલ મળ્યું ન હોય તો તેમણે ટેક્સ બ્રાન્ચમાં ઇ-મેલ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા જણાવાયું છે અને જેઓને બિલ મળી ગયા હોય તેવા આસામીઓને સમય સર વેરો ભરપાઇ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. એડવાન્સ મિલકતવેરો ભરનારને 8.63 કરોડનું ડિસ્કાઉન્ટ રાજકોટ મહાનગરપાલિકામાં એડવાન્સ વેરામાં ડિસ્કાઉન્ટ યોજના શરૂ છે. જે યોજનાનો લાભ લઈને અત્યાર સુધીમાં કુલ 1,29,629 મિલકતધારકો દ્વારા 76.34 કરોડના વેરા ભરાયા છે. જેમાંથી ઓનલાઇન માધ્યમ દ્વારા ચૂકવણી કરનાર કરદાતાઓની સંખ્યા નોંધપાત્ર રહી છે. કુલ 95896 મિલકતનો વેરો ઓનલાઇન માધ્યમથી ભરાયો છે જેમાં 56 કરોડની આવક થઈ છે. 33733 મિલકતધારકે ચેક તથા રોકડ મારફતે 20.33 કરોડ ભરપાઈ કરી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ 8.63 કરોડ રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ કરદાતાઓને મળ્યું છે. શહેરમાં કાનૂની વિવાદોવાળી મિલકતો માટે ફેર વિચારણા મનપાના વેરા વિભાગે જૂના રાજકોટ તેમજ અન્ય વિસ્તારોમાં સહિયારી મિલકતોના ભાગ માટે ચાલતા કૌટુંબિક કોર્ટ કેસોના કારણે અનેક મિલકતોનો કરોડો રૂપિયાનો વેરો હજુ પણ બાકી રહી ગયો છે અને કોર્ટ મેટર હોવાથી મનપા દ્વારા ઉઘરાણી થઇ શકતી નથી. આવી મિલકત સીલ અને જપ્તી સહિતની કામગીરી પણ થતી ન હોવાથી હવે આ પ્રકારની તમામ મિલકતો માટે ફેર વિચારણા કરી કાનૂની અભિપ્રાય મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે કડક પગલું:તાપીના તેજસ ભાઈ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયા
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:દારૂ અને 58450 રૂપિયા સાથે બેભાન અવસ્થામાં મળેલી મહિલાને પૈસા પરત કર્યા પણ ચાર ચપલા પોલીસ પી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment