Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:દારૂ અને 58450 રૂપિયા સાથે બેભાન અવસ્થામાં મળેલી મહિલાને પૈસા પરત કર્યા પણ ચાર ચપલા પોલીસ પી ગઈ

    1 week ago

    પોલીસ પૈસા અને દારૂને લઈને કેટલી હદ સુધી તળિયે જઈ શકે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બેભાનાવસ્થામાં ખસેડાયેલી મહિલા પાસેથી ચાર ચપલા દારૂ મળ્યો હતો, પણ પોલીસે આ દારૂ સગેવગે કરી મહિલાને રવાના કરી દીધી હતી. જોકે ભાસ્કરે આ ઘટનાનો આધાર પુરાવા સાથે પર્દાફાશ કર્યો છે. નાણાવટી ચોકમાં સવારે 10:30 વાગ્યે એક મહિલા બેભાન હાલતમાં પડેલી હોવાથી 108ને જાણ કરાઈ હતી. 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને તેમાં લઈ જવાઈ હતી. મહિલાની તપાસ કરતા તેની પાસેથી 58450 રૂપિયા રોકડા મળ્યા હતા. બાદમાં સાડીમાંથી ચાર ચપલા અંગ્રેજી દારૂ પણ મળી આવ્યો હતો. ઈએમટી ચાંદનીબેને દર્દી, રોકડ અને દારૂના ચપલા સિવિલને સ્ટાફને સોંપી દીધા હતા. હોસ્પિટલના સ્ટાફે હોસ્પિટલ ચોકીમાં જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીની પોલીસે વસ્તુઓ જપ્ત કરી લીધી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જોકે તેમાં જ ખેલ નાખી દેવાયો હતો. હોસ્પિટલ ચોકીના ઈન્ચાર્જ ચિત્રકેતુસિંહ ઝાલાએ યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરી હતી કે, બેભાન હાલતમાં મહિલા મળી છે અને તેના કબજામાંથી 58450 રૂપિયા મળ્યા છે. હેડ કોન્સ્ટેબલ મુકેશ ચરમટા અને રાઈટર જયશ્રીબેન સિવિલ પહોંચ્યા હતા. દરમિયાન મહિલા ભાનમાં આવી હતી અને તુરત જ પોતાના પૈસા ક્યાં ગયા તે પૂછવા લાગી હતી. સ્ટાફે હૈયાધારણા આપી હતી કે, પોલીસ તેને પરત આપશે. મહિલાએ પોતાનું નામ ભાવનાબેન(ઉ.વ.40) લખાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તેના પતિ મનોજનું થોડા સમય પહેલા અવસાન થયું હતું અને આ તેના આવેલા પૈસા છે. રાઈટરે હોસ્પિટલ ચોકીમાં જ 58450 રૂપિયા પરત કરાવી નોંધ કરી હતી. આ બધી બાબતમાં દારૂના ચપલાનો ક્યાંય ઉલ્લેખ જ કરાયો ન હતો. જેનો અર્થ એ થયો કે પોલીસે દારૂના ચપલા બારોબાર સગેવગે કરી નાખ્યા હતો. મહિલા નશામાં હોવાની શંકા, ડોક્ટર-પોલીસે કઈ ન કર્યું મહિલાની તબીબી તપાસમાં બી.પી., હૃદયના ધબકારા, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ બધું જ નોર્મલ હતું. જેથી હીટ સ્ટ્રોક કે કોઇ બીમારી ન હતી. પણ મહિલા પાસેથી દારૂના ચપલા મળી આવ્યા હતા તેથી નશાખોર હાલતમાં બેભાન થયાની દૃઢ શંકા હતી. આમ છતાં ફરજ પરના તબીબ અને સિવિલ હોસ્પિટલ ચોકીએ કોઇ કાર્યવાહી ન કરી.
    Click here to Read More
    Previous Article
    મનપા માટે ઉઘરાણી આકરી બની:શહેરની 4.91 લાખમાંથી દોઢ લાખ મિલકતનો 350 કરોડ વેરો બાકી, ઉઘરાણીની નોટિસમાંથી 25 હજાર પાછી આવી
    Next Article
    રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ:બપોરે 26 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, લોકોની હાલત કફોડી બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment