Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલતેજમાં 26 વર્ષીય યુવતીએ 11મા માળેથી ઝંપલાવ્યું:અગાશીમાંથી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે કૂદી, માનસિક બીમારીથી કંટાળી આપઘાત હોવાનું પોલીસનું અનુમાન

    3 days ago

    અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશન પાસે આવેલા ફ્લેટમાં 11મા માળેથી 26 વર્ષીય યુવતીએ કૂદીને આપઘાત કરી લીધો છે. ફ્લેટની અગાશીમાંથી બેઝમેન પાર્કિંગ તરફના ભાગે કૂદતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બોડકદેવ પોલીસે સ્થળ પર પહોંચી યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ માનસિક બીમારીના કારણે આપઘાત હોવાનું અનુમાન છે. 11મા માળાની અગાશીએથી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે કૂદી થલતેજ મેટ્રો સ્ટેશન પાસે શક્તિ 140 ફ્લેટના A બ્લોકમાં મૃકત દીપિકા ગોગીયા માતા-પિતા અને બહેન સાથે રહેતી હતી. રાત્રિના સમયે દીપિકાએ 11મા માળાની અગાશીએથી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે કૂદી આપઘાત કર્યો હતો. દીપિકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક માનસિક બીમારીની દવા લેતી હતી બનાવની જાણ થતા જ સોસાયટીના રહીશો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મૃતકના પરિવાર અને પોલીસને જાણ કરી હતી. બોળકદેવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા, જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક માનસિક બીમારીની દવા લેતી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ સંદીપ ખાંભલાએ જણાવ્યું હતું કે, પરિવારે મૃતકની મેડિકલ ફાઈલ આપી છે. માનસિક બીમારીના કારણે આપઘાત હોવાનું અનુમાન છે. મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનને 5 લાખનો દંડ, સીલ કરાયું:રેલવે ફૂડ વિજિલન્સે ચેકીંગ કરતા ગુણવત્તા અને સ્વચ્છતા ન હોવાથી કાર્યવાહી
    Next Article
    Ground Report | અન્નદાતા પર સંકટનો ગ્રાઉન્ડ રિપોર્ટ | જંગલી પંજાનો ફરી ઉપાડો! | Prime Time News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment