Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:યુવકે દવા પીધી, સારવારમાં મોત થયુ , કારણ અકબંધ

    6 days ago

    જોષીપરાના એક યુવકે ઝેરી દવા પી લેતા તેનું સારવારમાં મોત નિપજ્યું હતું. યુવાનના આપઘાત પાછળનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ, જોષીપરામાં આદર્શનગર-2 મીરા કોમ્પ્લેક્સ પાસે રહેતા 22 વર્ષીય કિશન દિપકભાઈ કટારીયા નામના યુવકે ગત તારીખ 21 એપ્રિલના રોજ બપોરના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન કિશન નું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિતા દીપકભાઈ હરિભાઈએ કરતા પોલીસે દોડી જઈને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યા અંગેનું કારણ મેળવવા તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં વંથલી તાલુકાના રાયપુર ગામના 21 વર્ષીય પરિણીતા મેહુલબેન નરેન્દ્રભાઈ ચાવડાએ સોમવારની વહેલી સવારે માનસિક બીમારીથી કંટાળી જઈને પોતાના ઘરે છતના પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરિણીતાના અંતિમ પગલાંથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. વધુ તપાસ રૂરલ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્ના.નું આયોજન:રાષ્ટ્રીય કોચ એન. રવિચંદ્રન અને મમતા પ્રભુ કેમ્પમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ આપશે
    Next Article
    પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે કડક પગલું:તાપીના તેજસ ભાઈ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment