Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્ના.નું આયોજન:રાષ્ટ્રીય કોચ એન. રવિચંદ્રન અને મમતા પ્રભુ કેમ્પમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ આપશે

    4 days ago

    વડોદરા : ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા નવી સિઝન 2026–27 માટે બે ઇવેન્ટ્સ યોજવામાં આવશે. સિઝનની શરૂઆત 2થી 16 મે મહિના દરમિયાન યોજાનારા એડવાન્સ ટેબલ ટેનિસ કોચિંગ કેમ્પથી થશે. ત્યારબાદ 22થી 24 મે 2026 દરમિયાન ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે. આ એડવાન્સ કોચિંગ કેમ્પનું માર્ગદર્શન રાષ્ટ્રીય કોચ અને ખેલાડીઓ એન. રવિચંદ્રન અને મમતા પ્રભુ કરશે, જ્યારે અર્જુન એવોર્ડ વિજેતા મોનાલિસા બરૂઆ મહેતા કેમ્પનું માર્ગદર્શન આપશે. આ કેમ્પ 2થી 16 મેદરમિયાન પેટ્રોકેમિકલ ટાઉનશિપ, સેક્ટર નંબર 1 સ્થિત કમ્યુનિટી હોલ ખાતે યોજાશે. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આ કેમ્પનું 19મી વખત આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના દ્વારા કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુંદર પ્રસ્તુતિ:નૃત્યથી નરસિંહજીની ભક્તિગાથા વર્ણવાઇ, એક મંચ પર ભક્તિ, શૃંગાર, ક્રોધ જેવા અનેક ભાવની અનુભૂતિ
    Next Article
    આત્મહત્યા:યુવકે દવા પીધી, સારવારમાં મોત થયુ , કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment