Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુંદર પ્રસ્તુતિ:નૃત્યથી નરસિંહજીની ભક્તિગાથા વર્ણવાઇ, એક મંચ પર ભક્તિ, શૃંગાર, ક્રોધ જેવા અનેક ભાવની અનુભૂતિ

    4 days ago

    ઇન્ટરનેશનલ ડાન્સ ડે નિમિત્તે અંજલિ મેમોરિયલ કમિટી સહિત 15થી પણ વધુ નૃત્ય સંસ્થા, સોલો પર્ફોર્મર દ્વારા કમાટીબાગ એમ્ફિથિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નૃત્યથી નરસિંહજીની ભક્તિગાથા વર્ણવાઇ હતી. એક મંચ પર શૃંગાર, ક્રોધ સહિત ભાવની અનુભૂતિ કરાઇ હતી. અંજલી મેમોરિયલ કમિટીના ડો.પારૂલ શાહે કહ્યું કે, નૃત્યકલા માનવ ભાવનાઓની અભિવ્યક્તિ અને સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. શાસ્ત્રીય નૃત્ય, લોક નૃત્ય અને આધુનિક નૃત્યના વિવિધ રંગોને એક મંચ પર લાવ્યા હતા. નૃત્ય માત્ર મનોરંજન નહીં પરંતુ માનવીઓને જોડતું સશક્ત માધ્યમ છે. જ્યારે અલગ-અલગ પેઢીઓ એક જ મંચ પર નૃત્ય કરે છે, ત્યારે તે અનુભવો, સંસ્કાર અને સર્જનાત્મકતાનો અદભૂત મિલાપ સર્જે છે. નૃત્ય કોઈ ભાષા કે વયની મર્યાદામાં બંધાયેલું નથી, તે લાગણીઓની સર્વમાન્ય અભિવ્યક્તિ છે. આજ જાને કી ઝીદ ના કરો… કાર્યક્રમમાં અંજલિ મેમોરિયલ કમિટીના પારુલ શાહે નૃત્યથી કેન્સરને માત આપી છે. તેઓએ ‘આજ ‘જાને કી ઝીદના કરો’ ગીત પર પોતાના સર્પાઇઝ પર્ફોર્મન્સ આપ્યું હતું. જે નૃત્ય પ્રત્યેનો અતૂટ પ્રેમ દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    અદ્ભુત ફોટો પ્રદર્શન:અમેરિકાના ઇન્ડિયન્સે કહ્યું, કુંભમાં ન જઈ શક્યાં પણ ફોટો પ્રદર્શનથી જઈ આવ્યાનો અનુભવ થયો
    Next Article
    મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્ના.નું આયોજન:રાષ્ટ્રીય કોચ એન. રવિચંદ્રન અને મમતા પ્રભુ કેમ્પમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment