Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદ્ભુત ફોટો પ્રદર્શન:અમેરિકાના ઇન્ડિયન્સે કહ્યું, કુંભમાં ન જઈ શક્યાં પણ ફોટો પ્રદર્શનથી જઈ આવ્યાનો અનુભવ થયો

    2 days ago

    ફોટોગ્રાફર વિપુલ માને દ્વારા અમેરિકાનાં જ્યોર્જિયામાં આવેલ કોલંબસ શહેરનાં “કોલંબસ ઈન્ડિયા ટેમ્પલ’ ખાતે ‘મહાકુંભ અ ડિવાઇન ગેધરિંગ’ શીર્ષક હેઠળ મહાકુંભમાં લીધેલી તસવીરોનું ફોટો પ્રદર્શન યોજ્યું હતું. જેમાં મંદિરનાં પ્રમુખ ચેતન દેસાઈ, ઉપપ્રમુખ બિપીન પટેલ સંસ્થાના વડીલ એવાં પ્રાગજી કરસાલીયા અને મંદિરે આવતા દર્શનાર્થીઓએ હાજરી આપી ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું. વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા ગુજરાતીઓ અને બીજા ઇન્ડિયન્સે પ્રદર્શન જોયાં પછી એવું કહ્યું હતું કે ભલે અમે કુંભમાં જઈ નથી શક્યાં પણ તમારાં આ ફોટો પ્રદર્શનનાં માધ્યમ થી કુંભમાં જઈ આવ્યાં હોય તેવું જ લાગે છે,અને હવે એક વાત નક્કી છે કે આ પ્રદર્શન જોયાં પછી કુંભમાં જવાની ઈચ્છા પ્રબળ થઈ ગઈ છે. મહાકુંભનું ફોટોથી ડોક્યુમેન્ટેશન કર્યુ તસવીરકાર વિપુલ માનેએ જણાવ્યું હતું કે, કુંભનો મેળો તો દર 12 વર્ષે આવે છે પણ મહાકુંભ કે જે 144 વર્ષે આવે અને નસીબથી મહાકુંભ મેળામાં જઈ તેનું ફોટોગ્રાફીનાં માધ્યમ થી ડોક્યુમેન્ટેશન કરવાનો મને મોકો મળ્યો અને તેમાંથી 30 જેટલાં ફોટોગ્રાફ્સ મેં પ્રદર્શનમાં મૂક્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    આ વિસ્તાર બન્યો ભુજનો ખાડિયા:વોર્ડ નં. 5 એકાવન વર્ષ બાદ ભાજપના ‘હાથ’માંથી ગયો
    Next Article
    સુંદર પ્રસ્તુતિ:નૃત્યથી નરસિંહજીની ભક્તિગાથા વર્ણવાઇ, એક મંચ પર ભક્તિ, શૃંગાર, ક્રોધ જેવા અનેક ભાવની અનુભૂતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment