Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પર ચાલકો બેફામ બન્યા:શાહીબાગમાં કચરાના ડમ્પરચાલકની ટક્કરે પગપાળા જતી મહિલાનું મૃત્યુ

    9 hours ago

    શાહીબાગમાં કિરણ ફ્લેટ પાસે 26મીએ સવારે કોર્પોરેશનના બેફામ બનેલા કચરાના ડમ્પરચાલકે પગપાળા જતી મહિલાને ટક્કર મારતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે એફ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે. શાહીબાગ રહેતાં સંગીતાબહેન હુંડિયા (53) 26મીએ સવારે કિરણ ફ્લેટ પાસેથી પગપાળા જતાં હતાં. આ સમયે કોર્પોરેશનના પુરપાટ ઝડપે આવેલા કચરાના ડમ્પરચાલકે ટક્કર મારતાં સંગીતાબહેન હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાયાં હતાં. આથી તેમને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. અકસ્માત થતાં લોકો એકત્ર થતાં ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર થયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી ડમ્પર જપ્ત કરવાની સાથે ફરાર ડ્રાઇવરને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની સમજાવટ છતાં ડમ્પર ચાલકો બેફામ બન્યા એએમસીના ડમ્પરથી અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોવાનું ધ્યાને આવતા ટ્રાફિક પોલીસે થોડા સમય પહેલાં પીરાણામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ડમ્પર ચાલકોને એકત્ર કરી ગતિ મર્યાદા, લેન શિસ્ત, ડમ્પરનો કચરો બહાર ન ઉડે, લાઇસન્સ કે આરસીબુક સાથે રાખવી, બ્લાઈન્ડ સ્પોટ પ્રત્યે સાવધાની જેવી માહિતી આપી હતી. છતાં પણ પોલીસ વિભાગનો આ કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હોય તેમ ડમ્પર ચાલકે વધુ એક મોત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની અસર:કન્સ્ટ્રક્શન કોસ્ટ 20% વધી, ઘર મોંઘાં થશે, રેરા હેઠળના પ્રોજેક્ટની મુદત વધારો : ક્રેડાઈ
    Next Article
    આજથી મેગા ડ્રાઇવ:દ્વારકા પંથકમાં ત્રિદિવસીય ડિમોલિશન અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment