Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી મેગા ડ્રાઇવ:દ્વારકા પંથકમાં ત્રિદિવસીય ડિમોલિશન અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવાશે

    8 hours ago

    દેવભૂમિ દ્વારકા પંથકમાં સરકારી જમીન પર અનધિકૃત રીતે ઉભા કરાયેલા ધાર્મિક સ્થાનો સામે કડક પગલાં ભરવા તંત્ર ફરી સજજ બન્યુ છે. દ્વારકા તાલુકાના વિવિધ ગામોમાં આવા તમામ અધઅધિકુત દબાણો હટાવવા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશનનો તખ્તો ગોઠવાયો છે. ગુરૂવારથી આવા તમામ અનધિકૃત દબાણો દૂર કરવાની વિશેષ કામગીરી હાથ ધરાશે, જે ડિમોલિશન પ્રક્રિયામાં આવા અનઅધિકૃત દબાણો પર બુલડોઝર ફેરવાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા તટવર્તીય વિસ્તારો અને મુખ્ય માર્ગો પાસે બનેલા અનધિકૃત ધાર્મિક માળખાઓ સુરક્ષા દ્રષ્ટિએ અડચણરૂપ બની રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા વિશાળ દરીયાકાંઠા સાથે સરહદી જિલ્લો હોવાથી ભૂતકાળમાં સુરક્ષાને લગતી ચિંતાઓ પણ સામે આવી ચૂકી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જેના અનુસંધાને સ્થાનિક તંત્ર દ્વારા ગુરૂવારથી ફરી ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્રએ અગાઉ આશરે આઠ જેટલા ધાર્મિક દબાણોને ત્રણ મહિનામાં ત્રણ વખત નોટિસ પાઠવી હતી. ઉપરાંત, સંબંધિત પક્ષોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપતા લોકસુન વણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ડિમોલેશનનો નિર્ણય અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી, મામલ તદાર તેમજ અન્ય વહીવટી અધિકા રીઓની ઉપસ્થિતિ સાથે ખાસ પોલીસ દળની પણ તૈનાતી રહેશે, જેથી કોઈ અનિચ છનીય પરિસ્થિતિ ઊભી ન થાય. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન કાયદેસર પ્રક્રિયાના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહ્યું છે અને જાહેર હિત તથા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.બીજી બાજુ સ્થાનિક સ્તરે આ પગલાંને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, પરંતુ તંત્રએ કાયદા મુજબની કાર્યવાહી ચાલુ રાખવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારના કુલ 21 નિર્જન ટાપુઓમાંથી 7 ટાપુઓને સંપૂર્ણપણે દબાણમુક્ત કરવામાં આવ્યા બાદ 2026 ના વર્ષ માં ફરી એક વાર ડીમોલેશન કાર્યવાહી હાથ ધરાશે. ગત વર્ષોમાં ખારાચુસણા અને મીઠા ચુસણા ટાપુઓ પર લગભગ 15 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો હોવાનું ધ્યાનમાં આવતા, વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોની હાજરીમાં તે તમામ બાંધકામોને ડિમોલિશ કરવામાં આવ્યા હતા. ગત વર્ષના 1 જાન્યુઆરીથી લઈને વર્ષ દરમિયાન જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. દરિયાકાંઠાનો વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે ખાસ કરીને દરિયાઈ સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલા અનધિકૃત ધાર્મિક અને અન્ય દબાણોને દૂર કરવા માટે કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.આજથી વધુ એક વાર મુખ્ય માર્ગો તેમજ દરિયાઈ વિસ્તારોમાં આવેલા ગેરકાયદે દબાણો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરવા તૈયારી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પર ચાલકો બેફામ બન્યા:શાહીબાગમાં કચરાના ડમ્પરચાલકની ટક્કરે પગપાળા જતી મહિલાનું મૃત્યુ
    Next Article
    AP SSC 10th Results 2026 Live Updates: Class 10 results to be declared today

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment