Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પક્ષમાં કારણોનું પિષ્ટપેષણ:મેં સાચી સ્થિતિ કહી, શું તે મારી ભૂલ: ભૂષણ ભટ્ટભાજપમાં ચર્ચા- ભૂલની માફી હોય, ગુનાની નહિ

    12 hours ago

    મ્યુનિ. ચૂંટણીમાં ખાડિયામાં પહેલી વાર ભાજપનો સફાયો થયા બાદ સ્થાનિક નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કહ્યું કે, ટિકિટ પસંદગીમાં મારો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો. મેં તો સાચી પરિસ્થિતિ જણાવી હતી, શું તે મારી ભૂલ હતી? બીજી તરફ ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભૂલની માફી હોય, ગુનાની ન હોય. મંગળવારે ચૂંટણી પરિણામો જાહેર થતાં ભાજપને 160 બેઠક મળી હતી, પરંતુ ખાડિયામાં ભાજપની પેનલ હારી ગઈ હતી. હાર વિશે જ્યારે પક્ષના સિનિયર આગેવાનોને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, અયોધ્યા હાર્યાનું જેટલું દુઃખ થયું હતું, એટલું જ ખાડિયા ગુમાવ્યાનું થયું છે. ખાડિયા જીતવા માટે કોણે કેટલા પ્રયાસો કર્યા અને કોણ નિષ્ફળ રહ્યું તેની આંતરિક સમીક્ષા કરવી આવશ્યક બની છે. પક્ષના સિનિયર નેતાએ કહ્યું કે, ખાડિયામાં હિન્દુ-મુસ્લિમ મતદારોમાં અંદાજે 60-40નો તફાવત છે. મુસ્લિમ બુથમાં આશરે 80 ટકા મતદાન નોંધાયું જ્યારે હિન્દુ બુથોમાં આશરે 40 ટકા મતદાન થયું. મતદાનની આ અસમાન ગતિએ પરિણામ પર અસર કરી છે. હિન્દુ મતદાતા બહાર ન આવ્યો તેનું પરિણામ છે. મારા નિવેદનનો ખોટો અર્થ કાઢ્યો: ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર એન્ટિ સોશિયલ તત્ત્વોના વકીલ છે. તેઓ જીતશે તો ખાડિયા પાકિસ્તાન બની જશે, તેમ મારા નિવેદનનો અર્થ હતો. ‘પાકિસ્તાન નહિ બનવા દઉં તે વાણીવિલાસ નડ્યો’ ખાડિયાના લોકોનું માનવું છે કે, ‘ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ’ જેવા વાણીવિલાસથી લઘુમતી સમાજમાં મતોનું ધ્રુવીકરણ થયું અને હારનો સામનો કરવો પડ્યો. ખાડિયા હારનાં આ 10 કારણ આગળ મોકલાયાં!
    Click here to Read More
    Previous Article
    પેસેન્જર ટ્રાફિકમાં વધઘટ:યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટો 6.1 ટકા ઘટી ગઈ; ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 8.2 ટકા વધી
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:નવા બોર્ડમાં 98 સભ્ય ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા : એકે તો માસ્ટર ડિગ્રી કર્યાના વર્ષમાં જ પીએચડીની ડિગ્રી મેળવી લીધી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment