Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:નવા બોર્ડમાં 98 સભ્ય ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા : એકે તો માસ્ટર ડિગ્રી કર્યાના વર્ષમાં જ પીએચડીની ડિગ્રી મેળવી લીધી!

    11 hours ago

    જૈનુલ અંસારી, વિવેકસિંહ રાજપૂત મ્યુનિ.ની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપ-કોંગ્રેસના કુલ 98 ઉમેદવાર એવા છે, જેઓ ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા છે. જ્યારે ખોખરા વોર્ડના ઉમેદવારે તો માસ્ટર ડિગ્રી કર્યાના એક વર્ષમાં જ પીએચડીની ડિગ્રી મેળ‌વી હોવાનું સોગંદનામાં જણાવ્યું છે. ભાજપના 80 ઉમેદવાર તથા કોંગ્રેસના 18 ઉમેદવારે ધોરણ 12 કે તેથી ઓછો અભ્યાસ કર્યો છે. જ્યારે ભાજપના 19 ઉમેદવાર 10 પાસ નથી. કોંગ્રેસના સૌથી ઓછું ભણેલા ઉમેદવાર બહેરામપુરા વોર્ડના હબીબ શેખ છે, જેઓ માત્ર ધોરણ 2 સુધી ભણ્યાં છે. જ્યારે ભાજપનાં વટવાનાં ઉમેદવાર નિર્મલા પાંડે નિરક્ષર છે. અસારવાનાં 43 વર્ષીય સુમન સોલંકીએ 2023માં ધો.10 સિક્કિમાંથી પાસ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મારી ઉંમર વધુ થઈ હોવાથી ગુજરાતમાં પરીક્ષા ફોર્મ ન ભરવા દેવાતાં સિક્કિમમાં ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. મેન્ડેટ રાત્રે મળ્યો હોવાથી ભૂલથી લખાઈ ગયું હશે: ડો. જયમીન દવે ખોખરાનાં ભાજપનાં ઉમેદવાર ડો. જયમીન દવેના સોગંદનામા મુજબ તેમણે 2023માં પોસ્ટ ગ્રેજ્યુએશ્ન કર્યું અને પીએચડી 2024માં પાસ કર્યું. આ બાબતે ડો. જયમીન દવેએ જણાવ્યું કે મોડી રાત્રે મેન્ડેટ મળ્યું હતું જેથી ભૂલથી લખાઈ ગયું હશે. મારું હાલમાં પીએચડી પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય તેમને એમએ ક્યારે પૂરું થયું તે બાબતે પૂછ્યું તો થોડી વાર પછી જણાવું તેમ કહ્યું હતું. આ વિજેતા ઉમેદવાર ભણતર પ્રત્યે ખૂબ જ રસ ધરાવતા જોવા મળ્યાં હતાં, કારણ કે તેઓએ 1990માં ધોરણ 10, 1992માં ધોરણ 12 અને 1995માં બીએસસી પાસ કર્યું હતું. જ્યારે 2014માં એલએલબી, બીએ 2021માં, એમએ 2023માં પાસ કર્યું હતું. બીજી વખત ઉમેદવારે ફોન કરીને કહ્યું કે, મારા ઘરે લાઇટ જતી રહી છે, હું તમને લાઇટ આવશે ત્યારે જણાવીશ કે, મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યારે કર્યું? પીએચડી ડિગ્રી માટેનો નિયમ શું છે? શિક્ષણવિદને પીએચડીની ડિગ્રીના વર્ષ વિશે પૂછતાં જણાવ્યું કે, માસ્ટર્સ પછી 55 ટકા કે તેથી વધુ તેની સાથે નેટ પાસ હોય તો ઇન્ટરવ્યૂ પછી પીએચડીમાં એડમિશન મળે છે. ઓછામાં ઓછાં ત્રણ વર્ષ પછી જ થીસીસ જમા કરાવી શકાય છે, જ્યારે મહત્તમ સાત વર્ષ પછી થીસીસ જમા થઇ શકતું નથી. 192માંથી 40 વર્ષ કે તેથી ઓછી વયના 48 વિજેતા 192 વિજેતા ઉમેદવારમાંથી 48 એટલે 25 ટકાની ઉંમર 40 વર્ષ કે તેથી ઓછી છે. મ્યુનિ. ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની સરેરાશ ઉંમર 47 વર્ષની છે, જેમાં સૌથી નાના 22 વર્ષ અને સૌથી મોટા 65 વર્ષના છે. સૌથી યુવા લાંભા વોર્ડનાં 22 વર્ષીય અંજુ ઠાકોર, ઇન્ડિયા કોલોની વોર્ડના જાહ્નવી લુણાગિરિયાના 24 વર્ષ, સાબરમતીનાં ખુશ્બૂ પરમારના 27 વર્ષ છે. જ્યારે સૌથી મોટી ઉંમરનાં બહેરામપુરાના કમરુદ્દીન પઠાણના 65 વર્ષ, ગોમતીપુરના ફિરોઝા સંધીના 63 વર્ષ અને મક્તમપુરાના હાજી અસરાર બેગનાં 64 વર્ષ છે. સૌથી યુવા અને સૌથી વરિષ્ઠ ઉમેદવારમાં 47 વર્ષનો તફાવત છે.
    Click here to Read More
    Previous Article
    પક્ષમાં કારણોનું પિષ્ટપેષણ:મેં સાચી સ્થિતિ કહી, શું તે મારી ભૂલ: ભૂષણ ભટ્ટભાજપમાં ચર્ચા- ભૂલની માફી હોય, ગુનાની નહિ
    Next Article
    યુદ્ધની અસર:કન્સ્ટ્રક્શન કોસ્ટ 20% વધી, ઘર મોંઘાં થશે, રેરા હેઠળના પ્રોજેક્ટની મુદત વધારો : ક્રેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment