Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેસેન્જર ટ્રાફિકમાં વધઘટ:યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટો 6.1 ટકા ઘટી ગઈ; ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 8.2 ટકા વધી

    13 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એપ્રિલ-માર્ચના વાર્ષિક રિપોર્ટ મુજબ, એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં 8.2 ટકાનો અને કુલ કાર્ગો પરિવહનમાં 14.1 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. જોકે માર્ચ 2026માં પેસેન્જર ટ્રાફિક અને એરક્રાફ્ટ મૂવમેન્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેની પાછળ વૈશ્વિક યુદ્ધની સ્થિતિ જવાબદાર હોવાનું મનાય છે. વર્ષ દરમિયાન 1.38 કરોડથી વધુ મુસાફરો અને 1.03 લાખ ફ્લાઈટની અવરજવર સાથે અમદાવાદ એરપોર્ટ પશ્ચિમ ભારતનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. માર્ચમાં શા માટે ફ્લાઈટ્સ ઘટી? માર્ચ-2026માં કુલ પેસેન્જર મૂવમેન્ટમાં 8.7 ટકા, એરક્રાફ્ટની અવરજવરમાં 6.1 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મિડલ ઈસ્ટનું એરસ્પેસ વારંવાર બંધ રાખવું પડ્યું હતું. અમદાવાદથી લંડન અને અમેરિકા જતી મોટા ભાગની ફ્લાઈટ્સ દુબઈ કે અબુધાબી થઈને જાય છે. આ એરપોર્ટ્સ બંધ રહેતા અનેક કનેક્ટિંગ ફ્લાઈટ્સ રદ થઈ હતી. ઉપરાંત એન્જિનની ખામીને કારણે એરલાઈન્સના વિમાનો ગ્રાઉન્ડ થવા અને ટિકિટના વધેલા ભાવ પણ ઘટાડાનું મુખ્ય કારણ છે. કાર્ગોમાં 1.35 લાખ ટન સામાનનું પરિવહન થયું, 14 ટકાનો ઉછાળો પેસેન્જર ટ્રાફિકમાં વધઘટ વચ્ચે કાર્ગો સેક્ટરમાં વાર્ષિક ધોરણે કુલ ફ્રેઈટમાં 14.1 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમાં ઈન્ટરનેશનલ કાર્ગો 22.2 ટકા વધ્યો છે. અમદાવાદથી થતી નિકાસ: મુખ્યત્વે દવા, વેક્સિન, એન્જિનિયરિંગ પાર્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, રેડીમેડ ગારમેન્ટ્સ, તાજી શાકભાજી અને ફળ વિદેશ મોકલાય છે. અમદાવાદથી થતી આયાત: હાઈ-ટેક ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર પાર્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, મોબાઇલ ચિપ્સ, મેડિકલ, ઓટોમોબાઇલ મશીનરી-પાર્ટ્સ અને ઈ-કોમર્સના પાર્સલ્સ. આ પાર્ટ્સ પણ આવા ચૂક્યા છે. માર્ચ 2025ની સરખામણીએ માર્ચ 2026માં ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ્સ મૂવમેન્ટ 40.7 ટકા ઘટી માર્ચ 2025ની સરખામણીએ માર્ચ 2026માં ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ મૂવમેન્ટમાં 40.7%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગત માર્ચમાં 1439 ફ્લાઈટ્સ સામે આ વર્ષે માત્ર 854 ફ્લાઇટ્સ નોંધાઈ છે., જેને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ 32.7%નો ઘટાડો થયો છે. પેસેન્જર-એરક્રાફ્ટ એપ્રિલ-માર્ચ 25-26 24-25 ફેરફાર કુલ પેસેન્જર 1,38,22,287 1,34,27,697 + 2.9% ઈન્ટર. પેસેન્જર 24,16,259 22,32,203 + 8.2% ડોમેસ્ટિક પેસેન્જર 1,14,06,028 1,11,95,494 + 1.9% કુલ એરક્રાફ્ટ 1,03,475 1,01,119 + 2.3%
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સોલા સિવિલમાં આયુષ્માન કાર્ડથી દર મહિને હાડકાંની 200થી વધુ સર્જરી થાય છે, રોજ 30 દર્દી મફત સારવારનો લાભ લે છે
    Next Article
    પક્ષમાં કારણોનું પિષ્ટપેષણ:મેં સાચી સ્થિતિ કહી, શું તે મારી ભૂલ: ભૂષણ ભટ્ટભાજપમાં ચર્ચા- ભૂલની માફી હોય, ગુનાની નહિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment