Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:સોલા સિવિલમાં આયુષ્માન કાર્ડથી દર મહિને હાડકાંની 200થી વધુ સર્જરી થાય છે, રોજ 30 દર્દી મફત સારવારનો લાભ લે છે

    14 hours ago

    આજે આયુષ્માન ભારત દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આંકડા જાહેર આરોગ્ય સેવાના ચિત્રમાં મહત્વનો બદલાવ દર્શાવે છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આયુષ્માન કાર્ડ એક મોટું આર્થિક સુરક્ષા કવચ બની રહ્યું છે. હોસ્પિટલના ડેટા પર નજર કરીએ તો ગંભીર બીમારીઓ અને ખાસ કરીને હાડકાના રોગો (Orthopedic) ના કિસ્સામાં કાર્ડનો વધુ ઉપયોગ જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં હોસ્પિટલમાં કુલ 6300 દર્દીઓએ કાર્ડ અંતર્ગત સારવાર મેળવી હતી. તેની સરખામણીએ 2026માં અત્યાર સુધીમાં જ આ આંકડો 2900 સુધી પહોંચી ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કાર્ડ ધારકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 700 થી 800 દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે રોજ અંદાજે 25થી 30 નવા લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જનરલ મેડિસિનમાં 25%, જટિલ સર્જરી-ઓર્થોપેડિકમાં 29% દર્દીએ લાભ લીધો જનરલ મેડિસિન વિભાગમાં સૌથી વધુ 25 ટકા દર્દીઓ નોંધાયા છે. જોકે, જ્યારે જટિલ ઓપરેશનો કે અકસ્માત જેવી આકસ્મિક સ્થિતિની વાત આવે છે ત્યારે ઓર્થોપેડિક અને સર્જરી વિભાગ મુખ્ય છે. કુલ કેસોમાં સર્જરી વિભાગનો હિસ્સો 15 ટકા અને ઓર્થોપેડિકનો હિસ્સો 14% છે. આ સિવાય પિડિયાટ્રિક વિભાગમાં 10 ટકા અને સ્ત્રીરોગ (Gynec) વિભાગમાં 9 ટકા નોંધણી નોંધાઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે હાડકાના રોગો, કે જેમાં ઓપરેશન અને ઇમ્પ્લાન્ટનો ખર્ચ લાખોમાં થતો હોય છે, ત્યાં દર્દીઓ આ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને આયુષ્માન કાર્ડ અંતર્ગત દર મહિને સરેરાશ 200 સર્જરી વિનામૂલ્યે થાય છે. આયુષ્માન કાર્ડ અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ, નહીં તો કાર્ડ બ્લોક થઈ જશે આયુષ્માન ભારત યોજનાના ટેકનિકલ અપગ્રેડેશન અને નવી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આજે 30 એપ્રિલ 2026ની અંતિમ તારીખ છે. જે નાગરિકોએ હજુ સુધી પોતાનું કાર્ડ અપડેટ નથી કરાવ્યું, તેમના કાર્ડ બ્લોક થવાની શક્યતા હોવાથી આજે જ પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. પ્રધાનમંત્રીના સ્વસ્થ ગુજરાતના વિઝન હેઠળ હવે આ યોજના 10 લાખના વીમા કવચ અને ડિજિટલ હેલ્થ મિશન સાથે જોડાઈ રહી છે. આ આધુનિક બદલાવ ગંભીર બીમારીઓ સામે સામાન્ય પરિવારોને મોટી રાહત આપશે.
    Click here to Read More
    Previous Article
    તપાસ:GST કૌભાંડના માસ્ટરમાઈન્ડે 6 પેઢી બનાવી 1800 કરોડનો ખેલ પાડ્યો હતો
    Next Article
    પેસેન્જર ટ્રાફિકમાં વધઘટ:યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટો 6.1 ટકા ઘટી ગઈ; ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 8.2 ટકા વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment