Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:GST કૌભાંડના માસ્ટરમાઈન્ડે 6 પેઢી બનાવી 1800 કરોડનો ખેલ પાડ્યો હતો

    15 hours ago

    ગુજરાત DGGI (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ) એ જીએસટી કૌભાંડના મુખ્ય સૂત્રધાર કપિલ ચુઘની થોડા દિવસ પહેલાં દિલ્હી એરપોર્ટ પરથી પકડી લીધો હતો. દુબઈમાં બેસીને ભારતની ટેક્સ સિસ્ટમને કરોડોનો ચૂનો લગાવનાર આ માસ્ટરમાઈન્ડની ધરપકડથી અનેક મોટા માથાના નામ બહાર આવવાની શક્યતા છે. તેણે 6 પેઢી બનાવી 1800 કરોડનો ખેલ કર્યો હતો. 100થી વધુ ડમી પેઢીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું તપાસમાં બહાર આવ્યું છે કે માસ્ટરમાઈન્ડ કપિલ ચુઘે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી 100થી વધુ ડમી પેઢીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું. આ પેઢીઓના રજિસ્ટ્રેશન માટે ગરીબ અને ભોળા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ પેઢીઓના બેંક ખાતા અને આર્થિક વહીવટ કપિલ પોતે જ સંભાળતો હતો. આ 6 પેઢી બનાવી : સિદ્ધિ વિનાયક ટ્રેડિંગ, જે.બી. એન્ટરપ્રાઈઝ, શિવમ એન્ટરપ્રાઈઝ, રાધે ટ્રેડિંગ, એ.એસ. કોર્પોરેશન, ગ્લોબલ ટ્રેડિંગ. કાગળ પર મોંઘી બ્રાન્ડની સિગારેટ ખરીદ્યાનું દર્શાવ્યું કાગળ પર ITC બ્રાન્ડની મોંઘી સિગારેટ ખરીદ્યાનું દર્શાવવું. વાસ્તવમાં બજારમાંથી માત્ર તમાકુનો સસ્તો કચરો ખરીદવામાં આવતો. આ કચરાને ‘સ્મોકિંગ મિશ્રણ’ ગણાવી ઊંચી કિંમતે વેચવો. SEZના એકમોને નિકાસના બહાને આ માલ મોંઘા ભાવે વેચી સરકાર પાસેથી કરોડોનું ટેક્સ રિફંડ મેળવી લેવું. તમાકુના કચરાને ‘સ્મોકિંગ મિશ્રણ’ બતાવી સરકાર પાસેથી કરોડોનું રિફંડ મેળવ્યું
    Click here to Read More
    Previous Article
    પોલીસની જેમ મ્યુનિ.માં હદનો વિવાદ:અધિકારીઓનાં બહાનાં હવે નહિ ચાલે; 24 કલાકમાં ફરિયાદોનો નિકાલ કરવા મ્યુનિ. કમિશનરની કડક સૂચના
    Next Article
    સિટી એન્કર:સોલા સિવિલમાં આયુષ્માન કાર્ડથી દર મહિને હાડકાંની 200થી વધુ સર્જરી થાય છે, રોજ 30 દર્દી મફત સારવારનો લાભ લે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment