Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર ફાયર વિભાગને પોણા બે કરોડનું નવું બ્રાઉઝર મળ્યું:પાણી-ફોમ સુવિધા સાથે ડેમો કરાયો, આગ બુઝાવવામાં મદદરૂપ

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે ફાયર વિભાગમાં વધુ એક આધુનિક ફાયર બ્રાઉઝર આવ્યું છે. આજે પાલિકા પરિસરમાં ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં તેની જાણકારી બાદ ડેમો કરવામાં આવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગમાં અગાઉ ચાર ફાયર બ્રાઉઝર હતા. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ યોજના મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ અંતર્ગત અંદાજે પોણા બે કરોડ રૂપિયાની કિંમતનું આ વોટર કમ ફોમ ટેન્ડર બ્રાઉઝર હિંમતનગર નગરપાલિકાને ફાળવવામાં આવ્યું છે. નગરપાલિકાના પરિસરમાં લાવવામાં આવેલા આ આધુનિક બ્રાઉઝર વિશે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ માહિતી મેળવી હતી. ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે વોટર કમ ફોમ ટેન્ડરની વિશેષતાઓ વિશે જાણકારી આપી હતી. આ નવીન બ્રાઉઝરમાં 1000 લીટર ફોમ અને 5000 લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. તે ખાસ કરીને તૈલી પદાર્થોમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સક્ષમ છે. તેમાં એક મોનીટર છે જ્યાંથી 40 મીટર ઊંચું પાણી પહોંચી શકે છે, ઉપરાંત પાછળ બે નોઝલ અને ફોમ માટે પણ નોઝલ ઉપલબ્ધ છે. આગમાં પ્રવેશ કરવા માટે આધુનિક ફાયર શૂટ પણ તેમાં હોય છે. પાલિકા પરિસરમાં પાણીનો ડેમો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું પ્રેશર અને ઊંચાઈ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ શખસ ઝડપાયો:LCBએ ભંડારીયા ગામના બસ સ્ટેશન પાસેથી શખ્સને દબોચ્યો, વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપાયો
    Next Article
    વલસાડમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ:કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment