Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ:કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

    10 hours ago

    વલસાડ જિલ્લામાં ચોમાસાની સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેકટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે તમામ વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારી ગંભીરતાપૂર્વક નિભાવવા સૂચના આપી હતી. કલેકટર ભવ્ય વર્માએ માહિતી આપી હતી કે પ્રિ-મોન્સુન કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે ચાલુ મહિને કુલ ચાર સમીક્ષા બેઠકો યોજવામાં આવશે. તેમણે ખાસ કરીને નદીકાંઠાના સંભવિત અસરગ્રસ્ત ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આવા ગામોની વિગતવાર યાદી, જેમાં સરપંચ, તલાટી અને શાળાના આચાર્યના મોબાઈલ નંબરનો સમાવેશ થાય, તેવો ડેટાબેઝ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેથી જરૂર પડ્યે ઝડપી સ્થળાંતર કરી શકાય. વધુમાં, કલેકટરે નદીકાંઠાના ગામોમાં રહેતા તરવૈયાઓની માહિતી તૈયાર રાખવા, ડૂબાણમાં જતા કોઝવેની ઓળખ કરવા અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત એનજીઓના સંપર્ક નંબર ઉપલબ્ધ રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે પૂર જેવી પરિસ્થિતિમાં ઉપયોગી થતી બોટ્સની કાર્યક્ષમતા ચકાસવા, કંટ્રોલ રૂમ સક્રિય રાખવા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન સમયસર સાફ કરાવવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત, જિલ્લામાં જોખમી વૃક્ષોનું કટીંગ કરવા, જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા, ખાસ કરીને સર્પદંશ માટેના ઈન્જેક્શન ઉપલબ્ધ રાખવા અને પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીનેશનની વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ અપાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાયરન (હુટર) દ્વારા એલર્ટ સિસ્ટમ સજ્જ રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, ડિઝાસ્ટર મામલતદાર એચ.એચ. કાકલોતરે વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે તાલુકા, વિલેજ અને સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન 15 મે, 2026 સુધીમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક પર અપડેટ કરવા જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર ફાયર વિભાગને પોણા બે કરોડનું નવું બ્રાઉઝર મળ્યું:પાણી-ફોમ સુવિધા સાથે ડેમો કરાયો, આગ બુઝાવવામાં મદદરૂપ
    Next Article
    ભાજપે નવસારી મનપાની 52માંથી 50 બેઠકો જીતી:શહેરમાં વિજય રેલી યોજી, મતદારોનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment