Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર ઉપાધ્યાયે પ્રિ-મોન્સૂન બેઠકમાં કડક સૂચના આપી:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પર ભાર મૂક્યો

    2 days ago

    જિલ્લામાં ચોમાસાની તૈયારીઓ સંદર્ભે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. નગરપાલિકા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનોની સમયસર સફાઈ અને પાણીના વહેણને અવરોધતા તત્વોને તાત્કાલિક દૂર કરવા નિર્દેશ અપાયા હતા. અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનો સામનો કરવા તંત્ર સજ્જ રહે તે માટે કલેક્ટરે બોટ, જનરેટર, ફ્લડ લાઈટ અને કટર જેવા આવશ્યક સાધનો કાર્યક્ષમ હાલતમાં છે કે નહીં તેની કડક ચકાસણી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કંટ્રોલ રૂમને 24 કલાક સક્રિય રાખી હેલ્પલાઈન પર મળતા કોલનો તાત્કાલિક પ્રતિસાદ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદની સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવાની જરૂર પડે તે પહેલાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સમયસર એલર્ટ કરી શકાય તે માટે સુવ્યવસ્થિત સિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. આશ્રયસ્થાનોની સ્થિતિ, ક્ષમતા અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ તંત્રને સજાગ રહેવા સૂચના અપાઈ હતી. ચોમાસામાં ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગને દવાઓ, ઈન્જેક્શન અને ક્લોરીનેશનનો પૂરતો જથ્થો તૈયાર રાખવા તેમજ મચ્છરજન્ય રોગો સામે પૂર્વ તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ભયજનક વૃક્ષોનું કટીંગ અને રેઈનગેજ સિસ્ટમની મોનીટરીંગને પણ મહત્વ અપાયું હતું. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત તમામ વિભાગોએ પોતપોતાના પ્લાન તૈયાર રાખવા, મોકડ્રીલ યોજવા અને કંટ્રોલ રૂમ માટે પૂરતો સ્ટાફ ફાળવવા સૂચના આપવામાં આવી હતી. તાલુકા અને ગામ સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, 'આપદા મિત્રો'ની યાદી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન મજબૂત બનાવવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ડીઆરડીએ નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન મોદી 11 મેએ વડોદરાની મુલાકાતે:વાઘોડિયા રોડ પર રૂ.150 કરોડના ખર્ચે તૈયાર અત્યાધુનિક સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે
    Next Article
    નશાકારક પદાર્થના કાળા કારોબારનો પર્દાફાશ:4.94 લાખના 988 ગ્રામ અફીણ સાથે એક ઝડપાયો, LCB અને કતારગામ પોલીસની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment