Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાકારક પદાર્થના કાળા કારોબારનો પર્દાફાશ:4.94 લાખના 988 ગ્રામ અફીણ સાથે એક ઝડપાયો, LCB અને કતારગામ પોલીસની કાર્યવાહી

    2 days ago

    સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલા “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન હેઠળ ઝોન-3 એલ.સી.બી. અને કતારગામ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાંથી અંદાજે 988 ગ્રામ જેટલા અફીણના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ખાનગી બાતમીદારે આપી હતી ટીપ ઝોન-૩3એલ.સી.બી. શાખાના પો.સ.ઇ. એમ.જી. ભાદરકા અને તેમનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ અને પ્રદિપકુમારને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, કતારગામ બાપા સીતારામ ચોક પાસે આવેલા કેદાર બિઝનેસ સેન્ટર પાસે એક ઇસમ નશાકારક પદાર્થ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શખ્સને દબોચી લીધો હતો. 4.99 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે પકડેલા આરોપી શુભમ ઉર્ફે શુભલો રમેશભાઇ ધોળકીયા (ઉ.વ. 22) ની તલાશી લેતા તેની પાસેથી 988.5 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ માદક પદાર્થની બજાર કિંમત 4,94,250 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ 4,99,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ આરોપી શુભમ ધોળકીયા વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 18(સી) અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર ઉપાધ્યાયે પ્રિ-મોન્સૂન બેઠકમાં કડક સૂચના આપી:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પર ભાર મૂક્યો
    Next Article
    66માં ગુજરાત ગૌરવ દિવસે પોલીસના આધુનિક શસ્ત્રોનો જમાવડો:સુરતમાં ત્રિ-દિવસીય મેગા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું, અત્યાધુનિક રાઈફલ્સ અને ટેકનોલોજી આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment