Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર:66 નાણાં ધીરનાર શાહુકારોને ઈ-પોર્ટલ પર હિસાબો-ઓડિટ રજૂ કરવા આદેશ

    1 day ago

    પોરબંદરમાં ઉપલબ્ધ 66 નાણાં ધીરનાર શાહુકારોને ઈ-પોર્ટલ પર હિસાબો-ઓડિટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે તેમજ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ ઓનલાઇન પત્રકો રજૂ નહીં કરનારા સામે 7 દિવસમાં ખુલાસો કરવા અન્યથા કાયદેસર કાર્યવાહીની ચેતવણી અપાઈ છે. ​પોરબંદર જિલ્લામાં ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011 હેઠળ નોંધાયેલા તમામ 66 શાહુકારોને ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર પોતાના માસિક તેમજ વાર્ષિક હિસાબો અને ઓડિટ રિપોર્ટ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન રજૂ કરવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે. ​અધિનિયમની કલમ અંતર્ગત તમામ શાહુકારોએ પોર્ટલ પર હિસાબો રજૂ કરવાના હોય છે, પરંતુ પત્રકો ઓનલાઇન રજૂ ન કરાતાં કલમ-44 હેઠળ ગંભીર ઉલ્લંઘન ગણી તંત્રએ લાલ આંખ કરી છે. જે અન્વયે તા. 31/03/2026 અંતિત નાણાકીય વર્ષનું ઓડિટ સત્વરે પૂર્ણ કરાવી રિપોર્ટ ઓનલાઇન અપલોડ કરી દિન-7માં ખુલાસો કરવા આદેશ કરાયો છે, અન્યથા કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. વધુ માહિતી માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે. અધિનિયમની જોગવાઈ મુજબ રજિસ્ટર્ડ શાહુકારો સિક્યોર્ડ ધિરાણ પર વાર્ષિક મહત્તમ 12 ટકા અને અનસિક્યોર્ડ ધિરાણ પર વધુમાં વધુ 15 ટકા વ્યાજ જ વસૂલી શકે છે. ટર્નઓવર મુજબ ઓડિટના નિયમો વાર્ષિક રૂ.50 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે અને રૂ.50 લાખથી વધુ ટર્નઓવર હોય તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે વાર્ષિક ઓડિટ કરાવવું ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા જર્મન ડોમ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે:આખરી ઓપ: જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં
    Next Article
    જોખમી કટ્સ અને અનધિકૃત પ્રવેશમાર્ગો બંધ કરાયા:પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર NHAIનું રાત્રિના મેગા ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment