Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોખમી કટ્સ અને અનધિકૃત પ્રવેશમાર્ગો બંધ કરાયા:પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર NHAIનું રાત્રિના મેગા ઓપરેશન

    23 hours ago

    પોરબંદર જિલ્લાના નેશનલ હાઇવે પર થતા અકસ્માત અટકાવવા માટે NHAIનું મેગા ઓપરેશન હાથ ધરીમાધવપુરથી મિયાણી અને દડુકાથી પોરબંદર વચ્ચેના હાઇવે પર જોખમી કટ્સ અને અનધિકૃત પ્રવેશમાર્ગો બંધ કરાયા છે. પોરબંદર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતો અટકાવવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, PIU–રાજકોટ દ્વારા છેલ્લા 5 દિવસથી દિવસ-રાત મેગા ડિમોલિશન અને સેફ્ટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.​ આ સઘન ઝુંબેશ હેઠળ NH-51 પર માધવપુરથી મિયાણી અને NH-27 પર દડુકાથી પોરબંદર સુધીના માર્ગ પર NHAIની વિવિધ ટીમોએ સપાટો બોલાવ્યો છે. માર્ગની રાઈટ ઓફ વેમાં ઊભા કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવા સાથે અકસ્માત સર્જતા અનધિકૃત પ્રવેશમાર્ગો તેમજ જોખમી મિડિયન ગેપ્સને પ્રાથમિકતાના ધોરણે કાયમી ધોરણે બંધ કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અચાનક યુ-ટર્ન અને વિપરીત દિશામાં ચાલતા વાહનોથી થતી જાનહાનિ રોકવા આ કડક પગલાં લેવાયા છે અને જ્યાં સુધી સંપૂર્ણ પાલન નહીં થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં NHAI, PIU-રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લા ખાને સ્પષ્ટ કર્યું છે કે માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને હાઈવે પર સેફ્ટીના નિયમો સાથે કોઈ સમાધાન નહીં થાય. અનધિકૃત કટ કરનારા સામે ભવિષ્યમાં પણ કડક કાનૂની કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર:66 નાણાં ધીરનાર શાહુકારોને ઈ-પોર્ટલ પર હિસાબો-ઓડિટ રજૂ કરવા આદેશ
    Next Article
    શું પડિક્કલ બનશે ભારતનો આગામી દ્રવિડ કે પૂજારા:નંબર-3 પર સતત બે સદી; શ્રીલંકા સિરીઝમાં 328 રન, તેમાંથી 123 સ્પિન સામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment