Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદી 11 મેએ વડોદરાની મુલાકાતે:વાઘોડિયા રોડ પર રૂ.150 કરોડના ખર્ચે તૈયાર અત્યાધુનિક સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરા આવશે. ચૂંટણીના ભવ્ય પરિણામો બાદ વડાપ્રધાનની વડોદરાની આ પ્રથમ મુલાકાત હશે. ત્યારે ભાજપ અને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના હસ્તે નેશનલ હાઈવે-8, વાઘોડિયા રોડ પર નોલેજ સીટી પાસે તૈયાર થયેલા મધ્ય ગુજરાતના સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ.150 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય સંકુલ પાટીદાર સમાજ દ્વારા અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં કુલ 2000 દીકરા-દીકરીઓ માટે રહેવા અને અભ્યાસ માટેની તમામ શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં આ લોકાર્પણ વિધિ 11મી મેના રોજ સાંજે 4:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થશે. સંકુલમાં શું શું હશે? ભવ્ય અભિવાદન અને મહાનુભાવોની ઉપસ્થિતિ ચૂંટણી વિજય બાદ વડાપ્રધાન પ્રથમવાર વડોદરા આવી રહ્યા હોવાથી તેમનું અભૂતપૂર્વ અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સમગ્ર મધ્ય ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે. લોકાર્પણના સ્થળ એટલે કે વાઘોડિયા રોડ, નોલેજ સીટી પાસે હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આ છાત્રાલય આગામી સમયમાં મધ્ય ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    અલંગમાં કાર બાઈક સાથે અથડાવી ત્રણ શખ્સોનો આતંક:બંને ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા, ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા જેવી અદાવતમાં કર્યો હુમલો
    Next Article
    કલેક્ટર ઉપાધ્યાયે પ્રિ-મોન્સૂન બેઠકમાં કડક સૂચના આપી:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment