Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલંગમાં કાર બાઈક સાથે અથડાવી ત્રણ શખ્સોનો આતંક:બંને ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા, ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા જેવી અદાવતમાં કર્યો હુમલો

    2 days ago

    ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ગામે ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા જેવી જૂની અદાવતમાં લોહિયાળ સંઘર્ષ થયો છે. બે ભાઈઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી ત્રણ શખ્સોએ તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે અલંગ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જૂની અદાવત બની હુમલાનું કારણ ફરિયાદી વીરભદ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ. 37) ના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા તેમના ખેતરમાંથી PGVCL ની વીજ લાઈન પસાર થતી હતી, જેનો તેમણે વિરોધ કર્યો હતો. આ બાબતની દાઝ રાખીને ગામના જ શક્તિસિંહ ઉર્ફે બુધુભા રઘુવીરભાઈ ગોહિલે ગઈકાલે હુમલો કર્યો હતો. ફિલ્મી ઢબે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી વીરભદ્રસિંહ અને તેમનો ભાઈ લગ્ધીરસિંહ વાડીએથી કામ પતાવી બાઈક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે સીમમાં આરોપી શક્તિસિંહે પોતાની કાર બાઈક સાથે અથડાવી બંનેને પાડી દીધા હતા. કારમાંથી ઉતરેલા શક્તિસિંહ અને તેના બે અજાણ્યા સાગરીતોએ તલવાર અને લોખંડના પાઈપ વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરો બંનેને ગંભીર ઈજા પહોંચાડી "જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી ઈજાગ્રસ્ત બંને ભાઈઓને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અલંગ મરીન પોલીસે વીરભદ્રસિંહની ફરિયાદના આધારે શક્તિસિંહ ઉર્ફે બુધુભા અને તેના બે સાગરીતો વિરુદ્ધ BNS કલમ 115(2), 118(1), 352, 351(3), 54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નવા મેયરના નામને લઈ શહેરભરમાં ચર્ચાઓ શરૂ, મૃતકનો આભાસ થયો ને 35 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ખુલી
    Next Article
    વડાપ્રધાન મોદી 11 મેએ વડોદરાની મુલાકાતે:વાઘોડિયા રોડ પર રૂ.150 કરોડના ખર્ચે તૈયાર અત્યાધુનિક સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment