Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિની આજીવન કારાવાસની સજા રદ્દ કરતી હાઇકોર્ટ:પાટણની સેશન્સ કોર્ટે પત્નીની હત્યાના ગુન્હામાં સજા ફટકારી હતી, હાઇકોર્ટે નિર્દોષ છોડ્યો

    13 hours ago

    વર્ષ 2013માં ચાણસ્મા પોલીસ મથકે એક પતિ સામે પત્નીની હત્યા અને એને ઘરેલુ હિંસા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ પાટણની સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા વર્ષ 2017માં કોર્ટે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, હાઈકોર્ટે પતિને નિર્દોષ છોડ્યો છે. પાટણ સેશન્સ કોર્ટે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી કેસને વિગતે જોતા દંપતીને તત્કાલીન સમયે 14 વર્ષનો દીકરો હતો. પત્ની અવારનવાર રિસાઈને પિયરમાં આવતી હતી. પત્ની બહાર કામ કરતી હોવાથી તેનો પતિ તેની પર શંકા રાખીને તેને હેરાન કરતો હતો. પિયરીયા તેને સમજાવીને સાસરે મોકલી આપતા હતા. એક દિવસ પિયરીઓને પરિણીતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. તેઓ સાસરીએ પહોંચતા મૃતક મહિલાના ગળા ઉપર નિશાન જોવા મળ્યા હતા અને જમાઈ ઘરે હાજર નહોતો. જેથી જમાઈએ જ પરિણીતાની હત્યા કરી નાખી છે. તેવી પોલીસ ફરિયાદ તેઓએ નોંધાવી હતી. પાટણની સેશન્સ કોર્ટે 25 સાહેદ અને 23 દસ્તાવેજી પુરાવાને આધારે પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પાટણની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યારે આ ઘટના બની ત્યારે પતિ અને પત્ની બંને ઘરમાં એકલા હતા. પતિ શરાબ પીવાની આદત ધરાવતો હતો. બીજી તરફ દલીલ કરાઈ હતી કે અગાઉ પત્નીને પતિ હેરાન કરતો હતો તેવી કોઈ ફરિયાદ નોધાઇ નથી. આ કેસમાં કોઈ નજરે જોનારા સાહેદ નથી. જો કે ગળાના ભાગે નિશાન હોવાથી અને વૈજ્ઞાનિક પુરાવા મુજબ ગળા ઉપર દબાણ આવવાથી મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ગુજરાત હાઈકોર્ટનું અવલોકન હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે આરોપી પતિને સજા કરવામાં આવી છે. જે સાક્ષીઓએ જુબાની આપી હતી, તેઓ મૃતકના સંબંધીઓ હતા અને ઘટનાના કોઈ પ્રત્યક્ષ સાક્ષી નહોતા. આરોપીના પરિવારના સભ્યો હોસ્ટાઇલ થઈ ગયા હતા. જે પ્રોસિક્યુશનના કેસને નબળો પાડે છે, કોર્ટે ઘટનાને સાંકળતી ચેન અખંડ રહેતી નથી. તેમજ પ્રોશિક્યુશનના કેસ શંકાથી પરે સાબિત થતો નથી.
    Click here to Read More
    Previous Article
    દારૂ કેમ નથી લાવતા કહી આર્મી જવાન પર હુમલો:પાટણમાં ત્રણ શખ્સોએ લોખંડની પાઇપથી માર મારી ધમકી આપી
    Next Article
    ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો:મહેસાણા પોલીસે રાજસ્થાન યૂપીથી મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment