Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ કેમ નથી લાવતા કહી આર્મી જવાન પર હુમલો:પાટણમાં ત્રણ શખ્સોએ લોખંડની પાઇપથી માર મારી ધમકી આપી

    12 hours ago

    પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સરવા ગામ નજીક આર્મીમાં ફરજ બજાવતા એક જવાન પર ત્રણ શખ્સોએ લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. દારૂ લાવી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ જવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે રણુંજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની વિગતો મુજબ, ખાનપુર કોડી ગામના વતની અને હાલ જમ્મુ-કાશ્મીર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા ભવન ઉમેદ પ્રજાપતિ પાટણથી પોતાની ગાડી લઈને ઘરે જઈ રહ્યા હતા. તેઓ સરવા ગામ નજીક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુડેઠા ગામના સવજી ઠાકોર, સરવા ગામના અજીતજી ઉમેદજી ઠાકોર અને તેનો ભાઈ ત્યાં ઉભા હતા. આ શખ્સોએ ભવનની ગાડી ઉભી રખાવી તેમને પૂછ્યું હતું કે, 'તમે આર્મીમાં નોકરી કરો છો અને તમને ત્યાં દારૂ મળે છે, તો તમે અમને કેમ દારૂ લાવી આપતા નથી?' જ્યારે ભવને પોતે દારૂ નથી લાવતા અને તેમની પાસે દારૂ નથી તેમ કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ અપશબ્દો બોલી ભવનને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સવજી ઠાકોરે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ ભવનના માથામાં ડાબી બાજુએ મારી દીધી, જેના કારણે તેમને લોહી નીકળવા લાગ્યું હતું. હુમલા બાદ આરોપીઓ નજીકના વાડામાં ભાગી ગયા હતા. ભવન ત્યાં પૂછવા ગયા ત્યારે આરોપીઓએ તેમને ફરીથી જોઈ જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ભવનના ભાઈ દિનેશભાઈ અને પુત્ર કિશ્મત ત્યાં આવી પહોંચતા તેઓને વધુ માર ખાતા બચાવ્યા હતા. ઇજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે રણુંજ પોલીસે સવજી ઠાકોર, અજીતજી ઠાકોર અને તેના ભાઈ વિરુદ્ધ B.N.S. કલમ 115(2), 118(1), 296(b), 54, 351(3) અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    3 વાગ્યા સુધીમાં બંગાળમાં 79% મતદાન:પૂર્વ બર્ધમાનમાં 83% અને હુગલીમાં 80% વોટિંગ, EVM પર ટેપની ભાજપની ફરિયાદ, ચૂંટણીપંચે કહ્યું- ફરિયાદ મળશે તો બીજીવાર વોટિંગ
    Next Article
    પતિની આજીવન કારાવાસની સજા રદ્દ કરતી હાઇકોર્ટ:પાટણની સેશન્સ કોર્ટે પત્નીની હત્યાના ગુન્હામાં સજા ફટકારી હતી, હાઇકોર્ટે નિર્દોષ છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment