Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અવૈધ સંબંધોમાં અંધ બનેલા પતિની કરતૂત:પ્રેમિકાના નામનું ટેટૂ ચીતરાવી પ્રણયના ફાગ ખેલવા બે સંતાનના પિતાએ પત્નીનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું

    6 days ago

    ગાંધીનગરના એક ગામમાં પરસ્ત્રીના મોહમાં અંધ બનેલા પતિએ પોતાની પ્રેમિકાના નામનું ટેટૂ હાથ પર ચીતરાવી મર્યાદાની તમામ હદ ઓળંગી દીધી હતી. આ અવૈધ સંબંધોનો વિરોધ કરનાર પત્ની સમક્ષ પસ્તાવો કરવાને બદલે તેને ઢોરમાર મારી પ્રેમિકા સાથે પ્રણયના ફાગ ખેલતા પતિની કરતૂતોથી પત્ની તો ઠીક પણ આસપાસના પડોશીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિના આડાસંબંધનો પત્નીએ વિરોધ કર્યો તો પતિએ માર માર્યો ગાંધીનગરના એક ગામમાં પરસ્ત્રીના મોહમાં અંધ બનેલા પતિના કારણે એક હસતો-ખેલતો પરિવાર વિખેરાવાની અણી પર આવી ગયો હતો. બે સંતાનોના પિતાને ગામની જ એક મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ આડા સંબંધોમાં પતિ એટલો અંધ બની ગયો હતો કે તેને પોતાના ઘરસંસાર કે પત્નીની કોઈ પરવા રહી નહોતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પોતાની પ્રેમિકાના નામનું ટેટૂ પણ હાથ પર ચિતરાવી દીધું. જ્યારે પત્નીને આ વાતની ખબર પડી તો તેણે વિરોધ કર્યો હતો. ત્યારે પતિ શરમાવાને બદલે ઊલટાનો પત્ની પર હાથ ઉપાડવા લાગ્યો હતો. પતિના અફેર અને રોજરોજના મારઝૂડથી કંટાળીને આખરે પત્નીએ હિંમત કરી 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. પત્નીએ ટીમને જણાવ્યું હતું કે પતિ બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મચાવે છે અને ઘરે આવીને તેને ઢોર માર મારે છે. જેનાથી પત્ની માનસિક રીતે ભાંગી પડી હતી અને તેને ડર હતો કે તેનો સંસાર હવે તૂટી જશે. અભયમની ટીમ કાયદાના પાઠ ભણાવતા પતિની સાન ઠેકાણે આવી જ્યારે અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પત્ની અને બાળકોની હાલત જોઈ પતિને બોલાવીને કાયદાના કડક પાઠ ભણાવ્યા હતા. કાઉન્સિલિંગ દરમિયાન પતિને સમજાવવામાં આવ્યું કે, તેની આ ભૂલ તેના બાળકોના ભવિષ્યને કેવી રીતે બરબાદ કરી શકે છે. કલાકો સુધીના કાયદાના બ્રહ્મજ્ઞાન પછી પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે પત્ની અને બાળકો સામે માફી માંગી હતી અને તેણે જે ટેટૂ પડાવ્યું હતું તે દૂર કરી પ્રેમિકા સાથે કોઈ સંબંધ ન રાખવાની લેખિતમાં બાહેધરી આપી હતી. આમ અભયમના કારણે ફરી એકવાર વધુ એક ઘર તૂટતા બચી ગયું હતું .પતિએ હવે શાંતિથી પત્ની અને બાળકો સાથે રહેવાનું વચન આપતા પરિવારમાં ફરી ખુશી જોવા મળી હતી. આખા પરિવારે મુશ્કેલીના સમયે મદદ કરવા બદલ 181 અભયમની ટીમનો દિલથી આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રસુલપુરમાં ઓવરબ્રિજનું લોકાર્પણ:સ્થાનિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ, સાંસદની રજૂઆત રંગ લાવી
    Next Article
    વેરાવળમાં LCBએ 912 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:રૂ. 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, વલસાડ કનેક્શન ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment