Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસુલપુરમાં ઓવરબ્રિજનું લોકાર્પણ:સ્થાનિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ, સાંસદની રજૂઆત રંગ લાવી

    6 days ago

    સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના હસ્તે બુધવારે પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 સિક્સ લેન પર નવીન ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બ્રિજથી સ્થાનિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે. રસુલપુરના ગ્રામજનો દ્વારા લાંબા સમયથી આ ઓવરબ્રિજની માંગણી કરવામાં આવી હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ આ અંગે રજૂઆત કરતાં ઓવરબ્રિજ મંજૂર થયો હતો. આ નવીન બ્રિજથી સ્થાનિક નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. ગામથી શહેર સુધીની મુસાફરી વધુ સરળ બનશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે. વેપાર-વ્યવસાય, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવી આવશ્યક સેવાઓ સુધી પહોંચ વધુ સુલભ બનશે. આ પ્રસંગે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    અવૈધ સંબંધોમાં અંધ બનેલા પતિની કરતૂત:પ્રેમિકાના નામનું ટેટૂ ચીતરાવી પ્રણયના ફાગ ખેલવા બે સંતાનના પિતાએ પત્નીનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment