Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં LCBએ 912 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:રૂ. 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, વલસાડ કનેક્શન ખુલ્યું

    6 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સઘન બની છે. વેરાવળ શહેરના ખડખડ વિસ્તારમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 912 બોટલ વિદેશી દારૂ સહિત રૂ. 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત અને તેમની ટીમે બાતમીના આધારે ખડખડ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન, પોલીસે 912 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 1,55,952 થાય છે. આ ઉપરાંત, એક મોબાઇલ ફોન (રૂ. 20,000) અને એક હોન્ડા એક્ટિવા (રૂ. 50,000) પણ કબજે કરવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ. 2,25,952નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે વેરાવળ શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જીગ્નેશ મહેન્દ્રભાઈ સુયાણી (ઉંમર 26, રહે. ખડખડ, વેરાવળ) ને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન, દારૂનો મુખ્ય સપ્લાયર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સજાણ ગામનો જયેશ માછી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર અંકુશ મેળવવા માટે આગામી દિવસોમાં વધુ સઘન ચેકિંગ અને દરોડા પાડવામાં આવશે. આ કાર્યવાહીથી પ્રોહિબિશન કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
    Click here to Read More
    Previous Article
    અવૈધ સંબંધોમાં અંધ બનેલા પતિની કરતૂત:પ્રેમિકાના નામનું ટેટૂ ચીતરાવી પ્રણયના ફાગ ખેલવા બે સંતાનના પિતાએ પત્નીનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું
    Next Article
    ચીકદા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment