Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી કોંગ્રેસ હાર: પ્રમુખના રાજીનામાની માંગ:શૈલેષ પટેલે બદનામ કરનારા સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી

    9 hours ago

    નવસારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પક્ષમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. કેટલાક કાર્યકરોએ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલને હાર માટે જવાબદાર ઠેરવી તેમના રાજીનામાની માંગ કરી છે. બીજી તરફ, પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. તાજેતરના ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના રાજીનામાની માંગ કરી હતી. આ ખાનગી ગ્રુપની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પક્ષની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ ગણદેવી નગરપાલિકાના 'મેન્ડેડ' વિવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ગણદેવી નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપને બિનહરીફ મળી હતી. કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેડ સમયસર ન પહોંચવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે, જેનો સીધો દોષ જિલ્લા પ્રમુખ પર ઢોળવામાં આવી રહ્યો છે. આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ જ લોકો હવે પક્ષને નુકસાન પહોંચાડવા માટે મારા અને શહેર પ્રમુખ દીપક બારોટ વિરુદ્ધ વ્યક્તિગત દુષ્પ્રચાર કરી રહ્યા છે." શૈલેષ પટેલે વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં પક્ષની છબી ખરડનારા અને શિસ્તભંગ કરનારા કાર્યકરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ મામલે પ્રદેશ કક્ષાએ રિપોર્ટ સુપરત કરીને તેમની સામે કડક કાયદાકીય અને પક્ષીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, "પાર્ટીમાંથી હાંકી કઢાયેલા કેટલાક તત્વો મને સોશિયલ મીડિયામાં બદનામ કરી રહ્યા છે, જેને હું ગંભીરતાથી લેતો નથી."
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જવાનપુર પાટીયા પાસે મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    'લોકર ચાબી કહાં હૈ? બતા દે, વરના ઠોક દૂંગા':સુરતની SBIમાં લૂંટ કરનારાએ ગ્રાહકોના મોબાઈલ લઈ લીધા, ભાગીને રસ્તામાં ગમે ત્યાં નાખી દીધા; કેશવાનનો ગનમેન શંકાના ઘેરામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment