Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉમાં ગોળી મારીને બેંક ઓફિસર પત્નીની હત્યા:ઘરે જઈને બહેનની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી; SBIમાં નોકરી કરતો હતો; પત્ની યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રાની બહેન હતી

    15 hours ago

    લખનઉમાં SBIના ફિલ્ડ ઓફિસરે બેંક રિલેશનશિપ મેનેજર પત્ની અને પોતાની બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે પોતાને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો. આ સમગ્ર ઘટનાને તેણે પૂર્વ આયોજનબદ્ધ રીતે અંજામ આપ્યો હતો. ગુરુવારે બપોરે લગભગ 12:05 વાગ્યે માનસ કાર લઈને ICICI બેંક પહોંચ્યો હતો. ફોન કરીને તેણે પત્ની દિવ્યા મિશ્રાને ઓફિસની બહાર બોલાવી. થોડીવાર તેમની સાથે વાતચીત કરી અને પછી ગોળી મારીને નાસી છૂટ્યો. આ પછી 12:30 વાગ્યે તે સીધો 2 કિલોમીટર દૂર પોતાના ઘરે પહોંચ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, માનસ પરસેવાથી રેબઝેબ હતો. અંદર ગયા પછી તેણે સૌથી પહેલા રૂમનો દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ ટીવી પર મોટા અવાજે હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી. આ પછી માનસે બહેન શીબાની ગોળી મારીને હત્યા કરી દીધી. શીબા માનસિક રીતે બીમાર હતી અને તેની સારવાર ચાલી રહી હતી. માનસને ડર હતો કે તેના મૃત્યુ પછી બહેનની સંભાળ કોણ રાખશે? આ પછી માનસે ખુદને પણ ગોળી મારી દીધી. બે ગોળી ચાલવાનો અવાજ સાંભળીને પડોશીઓ દોડીને આવ્યા અને દરવાજો તોડી નાખ્યો. અંદર ભાઈ-બહેનની લોહીથી લથપથ લાશો પડેલી હતી. આ ઘટના ગોમતીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ઘટનાની જાણ થતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમે તપાસ કરી હતી. પોલીસ કમિશનર તરુણ ગાબા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ માનસે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું જેમાં લખ્યું હતું: મેં મારી પત્નીની હત્યા કરી દીધી છે, કારણ કે તેણે મને દગો આપ્યો છે. હવે મારે ખુદને અને મારી બહેનને પણ મારી નાખવાની છે. તેની (દિવ્યાની) બહેન પ્રજ્ઞા અને તેમના (પ્રજ્ઞાના) પતિ ભરત યાદવને બધું જ ખબર છે. દિવ્યા મિશ્રા (33) ICICI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર હતી, જે રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી હતી. દિવ્યા, યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રાની બહેન હતી. દિવ્યાના લગ્ન 12 વર્ષ પહેલાં માનસ સાથે થયા હતા. બંનેને હજુ સુધી કોઈ સંતાન નહોતું. દિવ્યાએ એક વર્ષ પહેલાં પતિ માનસ બાજપેયી (35) સામે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. માનસ વાજપેયી હુસડિયા ચોક પાસે પોતાની બહેન શીબા (28) સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તે SBIની ઇજનેરી કૉલેજ બ્રાન્ચમાં ફિલ્ડ ઓફિસર હતો. માનસના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. ઘટના સાથે જોડાયેલી તસવીરો જુઓ- દિવ્યા અને માનસ વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. આલમબાગમાં રહેતી દિવ્યા મિશ્રાએ લગભગ એક વર્ષ પહેલા પતિ માનસથી છૂટાછેડા માટે કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ઘરે જઈને બહેનની પણ હત્યા પત્નીની હત્યા કર્યા બાદ માનસ સીધો પોતાના ઘરે પહોંચ્યો અને રૂમ બંધ કરીને પહેલા બહેનને ગોળી મારી દીધી અને પછી પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. લખનૌમાં ડબલ મર્ડર અને સુસાઈડની આ ઘટનાએ આખા શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફોરેન્સિક ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પતિ SBI બેંકમાં કામ કરતો હતો, બહેન સાથે ભાડાના મકાનમાં રહેતો હતો પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દિવ્યા મિશ્રાનો પતિ માનસ SBI બેંકમાં કામ કરતો હતો. તે પોતાની બહેન શીબા બાજપેયી સાથે ભાડે મકાનમાં રહેતો હતો. જણાવવામાં આવે છે કે તેમના માતા-પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે. પોલીસ ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાની તપાસ કરીને દરેક પાસાથી તપાસ કરી રહી છે. મહિલા બેંક અધિકારીની બહેન પ્રજ્ઞા મિશ્રા વિશે જાણો પ્રજ્ઞા મિશ્રા યુટ્યુબર છે. તે ‘ઉલ્ટા ચશ્મા’ નામની ચેનલ ચલાવે છે. તેમના પતિ ભરત યાદવ પણ યુટ્યુબ ચેનલ ચલાવે છે. બંનેએ 26 ફેબ્રુઆરી 2020ના રોજ લવ મેરેજ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    RSS પર પ્રતિબંધ લગાવો, અમેરિકામાં માગ:પાકિસ્તાની ડૉક્ટરે મોદીનું પણ નામ લીધું, ભાગવતના વિદેશ પ્રવાસ પહેલાં મહાવિવાદ, સરકારી આયોગના રિપોર્ટનું સટિક એનાલિસિસ
    Next Article
    ગિફ્ટ સિટીમાં CAની હાઇપ્રોફાઇલ ઇવેન્ટમાં ધીંગાણું:ચૂંટણીમાં સાથ ન આપતાં નેશનલ પ્રેસિડેન્ટની હાજરીમાં CA લીડરે સાથી મેમ્બરને પછાડ્યો, માથામાં આવ્યા 3 ટાંકા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment