Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જવાનપુર પાટીયા પાસે મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક આવેલા જવાનપુર પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શામળાજીથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે પર સવારે મોતની ચીચીચારી ગુંજી હતી. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. કેવી રીતે દુર્ઘટના બની? મળતી માહિતી મુજબ, આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. બચાવ કામગીરી અને સારવાર અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પીએમ માટે ખસેડાયા ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક જામના દ્રશ્યો અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    સબરીમાલા કેસ, સુપ્રીમ કોર્ટમાં 10મા દિવસે સુનાવણી:જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું - ધાર્મિક પ્રથાઓના નામે રસ્તાઓ બ્લોક કરી શકાય નહીં
    Next Article
    નવસારી કોંગ્રેસ હાર: પ્રમુખના રાજીનામાની માંગ:શૈલેષ પટેલે બદનામ કરનારા સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment