Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:અડીયા ગામે બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો

    2 days ago

    જિલ્લામાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે .પાટણ એસઓજીની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે હારીજ તાલુકાના અડીયા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગામમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા હર્ષિલ નાયક (રહે. કુણઘેર, તા.જી. પાટણ) નામનો શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 5,70,9નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેડિકલ ઓફિસરની હાજરીમાં કાયદેસરની તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસની રેઇડ:6.81 લાખનો દારૂ ઝબ્બે , બુટલેગર ફરાર
    Next Article
    સત્તા માટે તોડજોડ:સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ- કોંગ્રેસ બન્નેને 12-12 બેઠક મળતાં ટાઇ પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment