Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની રેઇડ:6.81 લાખનો દારૂ ઝબ્બે , બુટલેગર ફરાર

    10 hours ago

    બીલખા પોલીસ સ્ટેશનની ટીમ સોમવારે સાંજે પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બિલખાના રવિ બાઘુભાઈ વેગડ નામના શખ્સે નવાગામની સીમમાં જંગલી પીરના રસ્તે આવેલા જંગલ વિસ્તારમાં વીરડી પાસે ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને તે આ જથ્થાને સગેવગે કરવાની તૈયારીમાં છે. આ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ​તપાસ દરમિયાન ઝાડીઓમાંથી પ્લાસ્ટિકના કાળા ઝભલામાં પેક કરેલી પેટીઓ મળી આવી હતી. જેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ ફ્લેવરની 180 એમ.એલ.ની કુલ 3408 પ્લાસ્ટિકની બોટલો હાથ લાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 6,81,600ની કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો, ​જોકે, દરોડા દરમિયાન મુખ્ય આરોપી રવિ વેગડ પોલીસને મળી આવ્યો ન હતો. દરમિયાન પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ED attaches Rs 3,034 crore assets in RCOM bank fraud case
    Next Article
    ધરપકડ:અડીયા ગામે બોગસ તબીબી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment