Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલના પૂર્વ સાંસદના પત્ની રંગેશ્વરીબેનનો પરાજય:ઘોઘંબા ખરોડ તાલુકા પંચાયત સીટ પર ભાજપ ઉમેદવાર હાર્યા, કાલોલમાં અપક્ષ જીત્યા

    11 hours ago

    પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કેટલાક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. ઘોઘંબા તાલુકાની ખરોડ તાલુકા પંચાયત સીટ પર પૂર્વ સાંસદ સ્વ. પ્રભાતસિંહ ચોહાણના પત્ની અને ભાજપના ઉમેદવાર રંગેશ્વરીબેન ચૌહાણનો પરાજય થયો છે. જ્યારે કાલોલ તાલુકાની મલાવ સીટ પર અપક્ષ મહિલા ઉમેદવારે વિજય મેળવ્યો છે. ઘોઘંબા તાલુકાની ખરોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર રંગેશ્વરીબેન ચૌહાણને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ૧૭૦ મતોના અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામ ભાજપના ગઢમાં ગાબડું પાડનારું માનવામાં આવે છે. બીજી તરફ, કાલોલ તાલુકાની મલાવ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલને હાર મળી છે. અહીં અપક્ષ ઉમેદવાર રીનાબેન પટેલે 'ગરણી'ના નિશાન પર ચૂંટણી લડીને ૩૯૨ મતોની જંગી લીડ સાથે વિજય મેળવ્યો છે, જે ભાજપ માટે મોટો આંચકો છે. સમગ્ર પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ ૩૮ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૩૭ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર વિજેતા બન્યા છે. જિલ્લાની સાત તાલુકા પંચાયતોની કુલ ૧૭૪ બેઠકોમાંથી ભાજપે ૧૫૬ બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ ૧૨, કોંગ્રેસે ૧ અને ૫ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગત ટર્મની જેમ જ આ વખતે પણ પોતાની સત્તા જાળવી રાખી છે.
    Click here to Read More
    Previous Article
    18 લાખની સ્કર્ટ, 1.6 લાખના સેન્ડલ...:અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટનો લક્ઝરી લુક છવાયો! જુઓ PHOTOS
    Next Article
    અરવલ્લી જિલ્લાની ચૂંટણીનું પરિણામ:મોડાસા તાલુકા પંચાયત ભાજપ કોંગ્રેસ માટે અર્નિર્ણિત રહી, જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment