Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 લાખની સ્કર્ટ, 1.6 લાખના સેન્ડલ...:અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટનો લક્ઝરી લુક છવાયો! જુઓ PHOTOS

    10 hours ago

    રાધિકા મર્ચન્ટનો ફેશન સેન્સ હંમેશા ક્લાસિક અને એલિગન્ટ હોય છે. તાજેતરમાં જ્યારે પોપ સિંગર રિહાના એન્ટિલિયા પહોંચી ત્યારે રાધિકાનો ખૂબ જ સિમ્પલ-સોબર લુક સામે આવ્યો. ફોટોઝમાં તે બેજ અને વ્હાઇટ કલરના ખૂબ જ સુંદર કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી હતી. પરંતુ તેના સાદગીભર્યા લુકની કિંમત પણ લાખોમાં હતી. મિયુ મિયુ ફેશન બ્રાન્ડ રાધિકાએ લક્ઝરી ઇટાલિયન ફેશન હાઉસ 'મિયુ મિયુ'નો આઉટફિટ પહેર્યો હતો. તેનો આ લુક ઉનાળાની સીઝન મુજબ ખૂબ જ સારો લાગી રહ્યો હતો. આ આઉટફિટમાં તેણે ન્યુટ્રલ કલર્સ સાથે પોતાની નેચરલ સુંદરતાને ફ્લોન્ટ કરી હતી. સફેદ એમ્બ્રોઇડર્ડ વેસ્ટ ટોપ સ્કર્ટ સાથે રાધિકાએ સફેદ રંગની એમ્બ્રોઇડરીવાળી સાઇડ-ટાઇ શર્ટ પહેરી હતી, જેના પર પણ જીણવટભર્યા ફ્લોરલ મોટિફ્સ બનેલા છે. સાઇડ ટાઇ-અપ ડિટેલ્સવાળો આ ટોપ તેના લુકને મોડર્ન અને કૂલ વાઇબ આપી રહ્યો છે. સ્કર્ટની વિશેષતા રાધિકાનો સ્કર્ટ સાદા ફેબ્રિકમાંથી બનેલો ન હતો. તેને પ્રીમિયમ કોટન સૅટિન ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો, જેના પર હાથથી નાજુક ફૂલોનું ભરતકામ કરવામાં આવ્યું હતું. તેમાં સજાવેલા ક્રિસ્ટલ્સ અને બીડ્સ તેને એક લક્ઝરી અને સ્પાર્કલિંગ ટચ આપી રહ્યા હતા. સ્કર્ટની કિંમત MiuMiuની ઓફિશિયલ વેબસાઇટ પર રાધિકાના આ એમ્બ્રોઇડર-કોટન સૅટિન મિડી સ્કર્ટ (Embroidered cotton satin midi-skirt)ની કિંમત AED 71,000 છે જે ભારતીય રૂપિયામાં લગભગ 18.21 લાખ રૂપિયા થાય છે. (Photo: MiuMiu) સ્ટાઇલિશ એમ્બ્રોઇડર્ડ ડ્રિલ સેન્ડલ લુકને પૂર્ણ કરવા માટે રાધિકાએ મેચિંગ સેન્ડલ પહેર્યા હતા. આ પણ મિયુ મિયુ બ્રાન્ડના 'એમ્બ્રોઇડર્ડ ડ્રિલ સેન્ડલ' છે. તેમની સૅટિન ફિનિશ અને ફ્લોરલ ડિઝાઇન તેમના એકંદર આઉટફિટ સાથે સંપૂર્ણપણે મેચ થઈ રહી હતી.(Photo: MiuMiu) સેન્ડલની કિંમત પણ ઘણી વધારે MiuMiuની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, લક્ઝરી સેન્ડલની કિંમત SAR 6,700 એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 1.68 લાખ રૂપિયા થાય છે.(ફોટો: MiuMiu) મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ રાધિકાએ પોતાના આ મોંઘા લુકને ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. ખુલ્લા વાળ, કાનમાં સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને ન્યૂડ મેકઅપ રાખ્યો હતો.(Photo: Instagram/Varinderchawla)
    Click here to Read More
    Previous Article
    PBKS vs RR LIVE Score, IPL 2026: Rajasthan – 15/0 (1); Vaibhav Sooryanvashi, Jaiswal in middle in chase of 223 vs Punjab Kings
    Next Article
    પંચમહાલના પૂર્વ સાંસદના પત્ની રંગેશ્વરીબેનનો પરાજય:ઘોઘંબા ખરોડ તાલુકા પંચાયત સીટ પર ભાજપ ઉમેદવાર હાર્યા, કાલોલમાં અપક્ષ જીત્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment