Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસની ફરિયાદ:પોલિટેક્નિકના સ્ટ્રોંગ રૂમના કેમેરા બંધ થયા હોવાની કોંગ્રેસની ફરિયાદ

    3 days ago

    પોલિટેકનિકના સ્ટ્રોંગ રૂમના કેમેરા બંધ થઇ ગયાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા. આ અંગેની ફરિયાદ પણ ચૂંટણી વિભાગને કરી હતી. થોડીવાર માટે સીસીટીવી દેખાવાના બંધ થયા હોવાનું જાણવા મળ્યું હતું. કોર્પોરેશનની ચૂંટણી બાદ ઇવીએમ પોલિટેકનિકના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવેલા છે. જે સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે કેમેરા બંધ થઇ ગયા હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા. જે બાદ મોનિટર મૂકવામાં આવ્યા છે તેમાં સીસીટીવીના ફૂટેજ દેખાવાના થોડીવાર માટે બંધ થઇ ગયા હતા. કોંગ્રેસે આ અંગેની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત જે મોનિટર મૂકાયા હતા તેના સ્ક્રીન પણ નાના છે. જેના કારણે સંખ્યાબંધ રૂમના સીસીટીવી ફૂટેજ જોવામાં તકલીફ પડી રહી હોવાના આક્ષેપો શહેર કોંગ્રેસના આગેવાનોએ કર્યા હતા. મોનિટર સાથે જે વાઇરિંગ જોડવામાં આવ્યું છે તેમાં લૂઝ કનેકશનના પગલે પણ વારવાર લીંક તૂટી જઇ રહી હોવાનું કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાજપના પૂર્વ કોર્પોરેટર મત આપી "ભારત માતા કી જય" બોલ્યા:પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલનો મતદાન કરતો વીડિયો વાયરલ
    Next Article
    આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો:સેન્ટ્રલ યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ NRI સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાનો ઉદ્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment