Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇરાકમાં નોકરી કરતા NRI સાથે વડોદરામાં છેતરપિંડી:ફાર્મહાઉસનું અધૂરું બાંધકામ છોડી કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કર્યા, પોલીસ ફરિયાદ દાખલ

    10 hours ago

    વડોદરા શહેરમાં ન્યૂઝ પેપરની જાહેરાત દ્વારા આકર્ષિત કરી લોકો સાથે ઠગાઈ આચરતા એક ભેજાબાજ કોન્ટ્રાક્ટરનો ભાંડો ફૂટ્યો છે. ફાર્મહાઉસ બનાવી આપવાનું કહીને ઇરાકમાં નોકરી કરતા એક NRI (Non-Resident Indian) પાસેથી 16.80 લાખ રૂપિયા પડાવીને માત્ર 2.95 લાખનું જ નબળી ગુણવત્તાનું કામ કરી કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા. આ કોન્ટ્રાક્ટર ભાવિન શાહે અન્ય 6 લોકો સાથે પણ છેતરપિંડી આચરી કુલ 47.31 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવતા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જાહેરાત વાંચીને NRI એ ફાર્મહાઉસ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પરાગકુમાર કીરીટકુમાર ભગત હાલમાં ઈરાક ખાતે 'પેટ્રોચાઇના' કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે એક વર્ષ પહેલાં ન્યૂઝ પેપરમાં કન્સ્ટ્રક્શન અંગેની જાહેરાત વાંચીને તેમણે 'એવન કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટિરિયર' ના સંચાલક ભાવિન ચંદુલાલ શાહનો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે પંચમહાલના નાના ચાડવા ગામે એક ફાર્મ હાઉસ બનાવવા અંગે રૂ. 29 લાખમાં મટિરિયલ સહિતના બાંધકામનો લેખિત કરાર કરવામાં આવ્યો હતો. ખાનગી એન્જિનિયર પાસે તપાસ કરાવતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો કરાર મુજબ પરાગભાઈએ કોન્ટ્રાક્ટર ભાવિન શાહને અલગ-અલગ સમયે બેંક મારફતે કુલ રૂ. 16.80 લાખ ચૂકવી આપ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં બાંધકામ ન થતાં પરાગભાઈને શંકા ગઈ હતી અને તેમણે એક ખાનગી એન્જિનિયરિંગ કંપની પાસે સાઈટ પર થયેલા કામની ચકાસણી કરાવી હતી. રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ફાર્મ હાઉસમાં માત્ર રૂ. 2.95 લાખ જેટલું જ કામ થયું છે અને તે પણ અત્યંત નબળી ગુણવત્તાનું છે. આમ, આરોપીએ રૂ. 13.84 લાખની માતબર રકમની સીધી છેતરપિંડી કરી હતી. જ્યારે પરાગભાઈએ બાંધકામ પૂર્ણ કરવા અથવા બાકીના રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીએ તેમને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અગાઉ પણ 3 પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના, કુલ 7 લોકો ભોગ બન્યા આ મામલે કારેલીબાગ પોલીસે અરજીના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી ભાવિન ચંદુલાલ શાહ રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ વડોદરાના કપુરાઈ, પાણીગેટ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ભાવિન શાહે પરાગભાઈ ઉપરાંત અન્ય 6 લોકો પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા છે. જેમાં નૌકાબેન રૂચીરભાઈ પટેલ પાસેથી રૂ. 8.01 લાખ, જગજીતસિંગ સલવીંદરસિંગ સંધુ પાસેથી રૂ. 4.50 લાખ, ભાઈલાલભાઈ નારણભાઈ વણકર પાસેથી રૂ. 3.39 લાખ, ચંદ્રકાંત નારણભાઈ પટેલ પાસેથી રૂ. 3 લાખ, જીજ્ઞેશ ચંદ્રકાંત શાહ પાસેથી રૂ. 4.40 લાખ અને હસમુખભાઈ વાડીલાલ ડબગર પાસેથી રૂ. 7.21 લાખ પડાવી લઈને કુલ રૂ. 47.31 લાખની મહાઠગાઈ આચરી છે. કારેલીબાગ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    हिंदू समूह बीएपीएस ने नहीं की थी एफिल टावर की महिला कर्मचारियों को हटाने की मांग: इंस्पेक्टर जनरल
    Next Article
    વડોદરામાં બાસ્કેટબોલનો મહાકુંભ શરૂ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહ દ્વારા આયોજિત 'બરોડા બાસ્કેટબોલ લીગ-3'નો શાનદાર પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment