Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું:રાજકોટમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે અન્ય વાજીંત્રો પર પ્રતિબંધ, નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે

    8 hours ago

    રાજકોટમાં આગામી નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા તથા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા માટે શહેરના તમામ વિસ્તારોમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. લાઉડ સ્પીકર માટે સમય મર્યાદા જાહેરનામા મુજબ માઈક સિસ્ટમ અને વાજીંત્રોના ઉપયોગ માટે ખાસ સમય મર્યાદા નક્કી કરાઈ છે. જે અંતર્ગત 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મંજૂરી રહેશે. જ્યારે નવરાત્રીના દિવસો દરમિયાન તા. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાત્રે 12:00 વાગ્યા સુધી જ સ્પીકર અને વાજીંત્રો વગાડી શકાશે. બંધ સ્થળો અને અવાજ નિયંત્રણ જાહેર કે ખુલ્લી જગ્યાઓમાં અવાજનું પ્રદૂષણ રોકવા અધિકૃત અધિકારીની લેખિત પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે. ઓડિટોરીયમ, કોન્ફરન્સ હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો માટે વિશેષ મંજૂરીની જરૂર રહેશે નહીં, પરંતુ અવાજ સ્થળની બહાર ન જાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. સભા-સરઘસ અને પરવાનગીના નિયમો પૂર્વ મંજૂરી વગર જાહેર જગ્યા કે રોડ પર 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા, સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ મૂકાયો છે. સભા, રેલી કે ધરણાં યોજવા માટે 1 થી વધુ પોલીસ સ્ટેશન વિસ્તાર हेतु સંબંધિત ડીસીપી અને 1 પોલીસ સ્ટેશન વિસ્તાર માટે સંબંધિત પીઆઈને ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ લેખિત અરજી કરી મંજૂરી મેળવવાની રહેશે. નિયમભંગ પર કડક કાર્યવાહી સાઉન્ડ સિસ્ટમની સમય મર્યાદા કે અવાજની તીવ્રતાના નિયમો તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમભંગ બદલ વાહનો, માઈક સિસ્ટમ અને સાધનો જપ્ત કરવાની સત્તા પોલીસને આપવામાં આવી છે. આ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા અધિકારીઓ ફરિયાદ દાખલ કરશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટથી આધ્રપ્રદેશનું દંપતી 47 લાખના સોનાના દાગીના સાથે ઝડપાયું:સોનાની બંગડીઓ, ચેઈન અને ઝાંઝર જપ્ત, કુવૈતથી અમદાવાદ આવેલ દંપતિ કસ્ટમ્સના રડારમાં
    Next Article
    धक्का देकर उठाया पुलिस ने राहुल को, हिरासत में लिए गए, आठ घंटे तक डटे रहे आकाशवाणी भवन में

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment