Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 ઓગસ્ટનું અંકફળ:અંક 5ના જાતકોને સંતાન તરફથી સારા સમાચાર મળશે, અંક 7ને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે

    9 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સારા અવસર પ્રાપ્ત થશે અને વર્ચસ્વ સ્થાપિત થશે. કાર્યો સમયસર પૂર્ણ થશે અને ધનની આવક સારી રહેશે. વિરોધીઓ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, પરંતુ નિષ્ફળ જશે. નવાં કાર્યો કરવાની તક મળી શકે છે. મહિલાઓ માટે આ સમય અનુકૂળ રહેશે. પ્રગતિ અને ભેટસોગાદોની સાથે પરિવારનો સહયોગ પણ પ્રાપ્ત થશે. સંતાન સહયોગી બનશે. સાંજના સમયે આવકમાં વધારો થશે અને મદદ પણ મળશે. કરિયર: નોકરીમાં ઉન્નતિ અને વેપારમાં વૃદ્ધિની તક આવશે. પ્રદર્શન ઉત્તરોત્તર શ્રેષ્ઠ રહેશે અને નવું કૌશલ્ય શીખવાની તક મળશે. લવઃ પ્રેમ-સંબંધોમાં ઉતાર-ચઢાવ રહેશે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. લકી નંબરઃ 4,6,8 લકી કલરઃ મરૂન શું કરવુંઃ ભગવાન વિષ્ણુને કાચું દૂધ અર્પણ કરવું. વિચારોમાં દ્વિધા કે દ્વંદ્વ રહેશે. જો કોઈની વિરુદ્ધ કંઈક કરવાનો વિચાર હોય, તો અટકી જવું, પાસો ઊંધો પડી શકે છે. પ્રયાસો મુશ્કેલીઓ બાદ જ સફળ થશે. વિઘ્ન ઊભું કરનારા લોકોથી સાવચેત રહેવું. બપોર પછી આવકના મામલે કંઈક સુધારો થઈ શકે છે. સ્થાવર મિલકતના મામલામાં પક્ષ મજબૂત બનશે. અજાણ્યા લોકોથી સાવધ રહેવું અને કોઈને ઉધાર પૈસા ન આપવા. સાંજનો સમય તમારા પક્ષમાં રહેશે અને સફળતા મળશે. કરિયર: કારોબારમાં નવા રોકાણથી બચવું. લવઃ પ્રેમ સંબંધોમાં નિરાશાનો અંત આવશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 2,4,9 લકી કલરઃ સફેદ શું કરવુંઃ ભગવાન વિષ્ણુને મધ અને જળથી સ્નાન કરાવવું. કાર્યોમાં ઝડપ આવશે અને પ્રભાવમાં પણ વધારો થશે. અસહકાર આપનારા લોકો પણ અનુકૂળ થઈ જશે અને આવકમાં સુધારો જળવાઈ રહેશે. યોજનાઓ સફળ થશે અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે. બપોરના સમયે કેટલીક અનાવશ્યક પરેશાની આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ક્રોધનું પ્રમાણ વધશે અને ખર્ચ પણ વધશે. સાંજનો સમય ઉત્તમ વિતશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો અને શાંતિ અનુભવાશે. કરિયર: રોજગાર મેળવવામાં આવી રહેલી અડચણો દૂર થશે. કારોબારમાં વ્યસ્તતા વધારે રહેશે. લવઃ પ્રેમ પ્રકરણોથી દૂરી બનાવવી, જીવનસાથી તરફથી માન-સન્માન પ્રાપ્ત થશે. લકી નંબરઃ 1,4,8 લકી કલરઃ લીલો શું કરવુંઃ ભગવાન વિષ્ણુને સફેદ તલ અર્પણ કરવા. આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો સમય રહેશે. કામનું દબાણ ઘટશે અને આરામ કરવાની તક મળશે. આવકમાં પણ સુધારો જોવા મળશે. સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે. બાંધકામ કે નિર્માણ કાર્યમાં ખર્ચ થઈ શકે છે. વિરોધીઓ શાંત થશે અને પોતાનો પ્રભાવ જમાવવામાં સફળતા મળશે. દિવસના અંતે નાણાકીય બાબતોમાં થોડી પરેશાની આવી શકે છે. પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપવાની તક મળશે. કરિયર: નોકરીમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને કારોબાર વ્યવસ્થિત ચાલશે. લવઃ દાંપત્ય જીવનમાં સુખ રહેશે. પ્રેમ પ્રસ્તાવ અસ્વીકાર થઈ શકે છે. લકી નંબરઃ 2,4,7 લકી કલરઃ જાંબલી શું કરવુંઃ ભગવાન વિષ્ણુને મીઠાઈ અર્પણ કરવી. આજે દરેક પરિસ્થિતિમાંથી બચી જશો. નવા કામ માટે પ્રેરણા મળશે અને લાભ પણ થશે. સમય મોટા ફાયદાકારક કાર્યો અપાવી શકે છે. સંતાન તરફથી સહયોગ મળશે અને સારા સમાચાર પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરી અને વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત બનશે. દિવસના અંતે પરિવારનો સાથ મળશે. કાર્યસ્થળ પર ખુશનુમા વાતાવરણ રહેશે. આવક સારી રહેશે અને સુખની પ્રાપ્તિ થશે. કરિયર: વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં અધિકારીઓ સંતોષ અનુભવશે. પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે. લવઃ પ્રેમી કે ભાગીદાર સાથે વિવાદ થઈ શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 3,4,8 લકી કલરઃ સફેદ શું કરવુંઃ ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ ધરાવવો. અજ્ઞાત કારણોસર ચિંતા રહી શકે છે. દિવસની શરૂઆત સામાન્ય કે નબળી રહેશે અને નાણાંની તંગી અનુભવાશે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને કામ બનવા લાગશે. પોતાના કામ માટે બીજાના ભરોસે ન રહેવું. આધુનિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. થોડો સમય નકામો વેડફાઈ શકે છે. દિવસના અંતે કેટલાક કામ મજબૂરીવશ કરવા પડી શકે છે. પિતા સાથે તણાવ થઈ શકે છે. સંતાન અનુકૂળ રહેશે અને વાહનથી કષ્ટ કે તકલીફ થઈ શકે છે. કરિયર: કારોબારમાં કર્મચારીઓને લગતી સમસ્યા આવી શકે છે. લવઃ પ્રેમી પર અયોગ્ય હક જતાવવાથી વિવાદ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 4,6,9 લકી કલરઃ વાદળી શું કરવુંઃ ભગવાન વિષ્ણુને મધનો ભોગ અર્પણ કરવો. સવારનો સમય સરકારી કે રાજકીય ક્ષેત્રથી લાભ અપાવનારો રહેશે. કામમાં પ્રગતિની સાથે વર્ચસ્વ પણ સ્થાપિત થશે. નવા સંપર્કો બનશે અને યોજનાઓ સફળ થશે. દિવસનો સમય મિલકતથી લાભ અપાવી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં પણ સફળતા મળવાની શક્યતા છે. મિત્રો તરફથી મદદ મળશે. સાંજે સારા સમાચાર પ્રાપ્ત થશે. કરિયર: કારોબાર સારો રહેવાની શક્યતા છે. નોકરીમાં બદલી થઈ શકે છે. લવઃ પ્રેમમાં સફળતા મળશે અને માતા-પિતા તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 1,4,5 લકી કલરઃ આસમાની શું કરવુંઃ ભગવાન વિષ્ણુને ઘઉંના લોટનો શીરો અર્પણ કરવો. આવક સારી જળવાઈ રહેશે અને સંતાન તરફથી મદદ મળશે. નવા કાર્યો પણ મળી શકે છે. યોજનાઓ સફળ થશે અને પ્રતિષ્ઠા વધશે. બપોરના સમયે કેટલીક અડચણો ઊભી થઈ શકે છે. દેવા કે લોનના મામલે વિવાદ થઈ શકે છે. ઘરગથ્થુ ઉપકરણો બગડી શકે છે. પોતાના પ્રયાસોથી સફળતા મળશે. દિવસનો અંત ફરીથી સારો રહેવાની શક્યતા છે. પરિવાર સાથે ફરવા જવાની તક મળશે. કરિયર: કારોબાર સારો રહેશે અને નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે. લવઃ પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાશે. દાંપત્ય જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબરઃ 2,4,6 લકી કલરઃ લાલ શું કરવુંઃ ભગવાન વિષ્ણુને લાલ પુષ્પ અર્પણ કરવા. સવારનો સમય સરકારી કાર્યો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે પરંતુ પ્રભાવમાં થોડો ઘટાડો કરી શકે છે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે, છતાં આવક પણ સારી જળવાઈ રહેશે. શત્રુઓને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવી શકે છે. નકારાત્મક સમાચાર વધુ મળી શકે છે. દિવસના અંતે કેટલાક સારા સમાચાર મળી શકે છે. પરિવાર સહયોગ આપશે અને સગા-સંબંધીઓમાં મહત્વ વધશે. ટૂંકી મુસાફરીનો યોગ છે. કરિયર: નોકરીમાં ન ગમતું કામ કરવું પડી શકે છે. વેપાર વ્યવસ્થિત ચાલશે. લવઃ પ્રેમમાં ભાગીદારનું વર્તન મનને દુઃખ પહોંચાડી શકે છે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબરઃ 1,4,7 લકી કલરઃ પીળો શું કરવુંઃ ભગવાન વિષ્ણુને જળ અને ચંદનથી સ્નાન કરાવવું.
    Click here to Read More
    Previous Article
    12 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કન્યા જાતકો માટે કોઈ નવી શરૂઆતના દ્વાર ખુલશે, વૃશ્ચિકે ધૈર્ય અને નવો દૃષ્ટિકોણ અપનાવવો
    Next Article
    બુધવારનું રાશિફળ:મિથુન રાશિને વેપારમાં નવી સિદ્ધિ અને લાભના યોગ, ધન અને કુંભ રાશિની પ્રતિષ્ઠા વધશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment