Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના પૂર્વ કોર્પોરેટર મત આપી "ભારત માતા કી જય" બોલ્યા:પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલનો મતદાન કરતો વીડિયો વાયરલ

    3 days ago

    શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન લોકશાહીના પર્વમાં અનેક રંગો જોવા મળ્યા હતા. જોકે વોર્ડ નંબર 19ના પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ મતદાન કરવા સાથે તેનો હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ઘનશ્યામ પટેલ EVM પર ભાજપના ચારેય ઉમેદવારો સામેનાં બટન દબાવી રહ્યા છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ ‘ભારત માતા કી જય’ બોલતા પણ સંભળાયા હતા. આ વીડિયો વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે પક્ષનાં જ કેટલાંક જૂથોમાં આંતરિક નારાજગી હોવાની વાતો વહેતી થઈ હતી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ઘનશ્યામ પટેલનું આ વીડિયો બનાવવા પાછળનું કારણ તેઓ પક્ષના સત્તાવાર ઉમેદવારો સાથે જ છે તેવું સાબિત કરવાનો હોઇ શકે. વોર્ડમાં ગમે તેટલી ખેંચતાણ હોય, પણ આ વીડિયો પુરાવો આપે છે કે તેઓએ ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને જ મત આપીને પોતાની વફાદારી દર્શાવી છે. જોકે વીડિયો વાયરલ થતાં જ વિવાદ ઊભો થયો હતો અને તપાસની માગ ઊઠી હતી.
    Click here to Read More
    Previous Article
    જોઈ લો, લાફાવાળી…ચૈતર વસાવાનો ગાલ લાલ, VIDEO:વધુ એક ખેડૂત નેતાએ AAPને રામ રામ કર્યા; ઈન્ફ્લૂએન્સરે યુવા નેતાની લાઈફ દર્શાવી!
    Next Article
    કોંગ્રેસની ફરિયાદ:પોલિટેક્નિકના સ્ટ્રોંગ રૂમના કેમેરા બંધ થયા હોવાની કોંગ્રેસની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment