Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:જૂની બંગડીઓનો જાદુ: વેસ્ટમાંથી બનાવો બેસ્ટ હોમ ડેકોર

    2 days ago

    દિવ્યા દેસાઇ દરેક સ્ત્રીના કબાટમાં એવી અનેક બંગડીઓ હોય છે જેની કાં તો જોડ તૂટી ગઈ હોય અથવા ફેશન બદલાતા તે હવે પહેરવામાં ન આવતી હોય. મોટેભાગે આપણે તેને નકામી ગણી ખૂણે મૂકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ નકામી બંગડીઓ તમારા ઘરને ‘રોયલ’ લુક આપવામાં મદદ કરી શકે છે? ચાલો જાણીએ જૂની બંગડીઓનો ઉપયોગ કરીને ઘર-પોતાની જાતને સજાવવાની કેટલીક અનોખી રીતો. 1 પરંપરાગત તોરણ તહેવારોમાં ઘરના ઉંબરાને સજાવવા માટે બંગડીઓનું તોરણ શ્રેષ્ઠ છે. પ્લાસ્ટિક કે મેટલની બંગડીઓ પર રંગીન રેશમી દોરી કે ગોટા-પત્તી વીંટાળી દો. હવે આ બંગડીઓને એક મજબૂત દોરીમાં પરોવી વચ્ચે-વચ્ચે મોતી કે ઘૂઘરી લગાવો. આ તોરણ તમારા ઘરના મુખ્ય દ્વારને અનોખો લુક આપશે. 2 ટ્રેન્ડી બેંગલ ઈયરિંગ્સ નાની સાઈઝની બંગડીઓનો ઉપયોગ કરીને તમે આધુનિક ‘સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ’ બનાવી શકો છો. બંગડી પર તમારી પસંદગીના રંગનું ઊન અથવા સિલ્ક થ્રેડ વીંટાળો. તેની ઉપર નાના કુંદન ચીપકાવો અને ઈયરિંગ હૂક લગાવો. આ ઈયરિંગ્સ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે. 3 ડિઝાઈનર દીવા સ્ટેન્ડ 5-6 બંગડીઓને એકબીજા પર ગુંદરથી ચીપકાવી એક નળાકાર આકાર બનાવો. તેની બહારની સપાટી પર ગોલ્ડન લેસ કે ટીલડીઓ લગાવો. આ સ્ટેન્ડની વચ્ચે ટી-લાઈટ કેન્ડલ મૂકવાથી કાચની બંગડીઓમાંથી પ્રકાશ ગળાઈને આવશે, જે રૂમમાં જાદુઈ રોશની ફેલાવશે. 4 મોડર્ન વોલ હેંગિંગ મોટી બંગડીઓ વચ્ચે દોરીની મદદથી જાળી જેવી ડિઝાઈન બનાવી ‘ડ્રીમકેચર’ તૈયાર કરો. તેની નીચે રંગીન પીંછા કે લટકણ લગાવો. બેડરૂમની દીવાલ માટે આ એક ઉત્તમ ડેકોરેશન પીસ છે.
    Click here to Read More
    Previous Article
    કળા:અમદાવાદી સોદાગરી બ્લોક પ્રિન્ટ: કાપડ નહીં, વારસો છપાય
    Next Article
    સુનામી:કરિયર પસંદ કરો ત્યારે જોજો, શોખ પૈસા કમાઇ આપશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment