Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:કરિયર પસંદ કરો ત્યારે જોજો, શોખ પૈસા કમાઇ આપશે?

    2 days ago

    મેનાં પહેલા અઠવાડિયામાં પરીક્ષાઓનું પરિણામ જાહેર કરાશે-એ પહેલા ઘણાં મોટિવેશનલ સ્પીકર્સ, કાઉન્સેલર્સ, કેરિયર ગાઇડન્સ આપતા હજ્જારો લોકો એક્ટિવ થઇ જશે. આ લોકો તમારા સંતાને કઇ લાઇન લેવી જોઇએ, શેમાં કેરિયર બનાવવી જોઇએ એવી શિખામણો આપશે. પરિણામ જે આવે એ સ્વીકારી લેવાનું અને પરિણામ એ જીંદગીનો એક મુકામ છે, જીંદગી નથી વગેરે વગેરે સૂફિયાણી સલાહો પણ અપાશે. આ બધું ઠીક છે. પણ-કરિયર પસંદ કરતા પહેલા સંતાનોને કેટલાક સવાલો પૂછવા જરૂરી છે. મોટાભાગે હવેનાં ઘણાં મા-બાપ એનાં સંતાનને એવું કહેતા હોય છે કે-તને જે ગમે છે, એ લાઇનમાં તારી કરિયર બનાવ-પણ સંતાનને આવી છૂટ આપતા પહેલા દરેક મા-બાપે એવું ચકાસી લેવું જોઇએ કે તમારા સંતાનને જે ગમે છે એ ખરેખર એની પોતાની પસંદગી છે ખરી? કારણ કે સોશિયલ મીડિયાનાં સમયમાં શોખ પણ કોઇનાં ઇન્ફ્લુઅન્સમાં આવીને પળાતા હોય છે. સંતાનને એનાં શોખમાં-એની ગમતી લાઇનમાં કરિયર બનાવવાની છૂટ આપતા પહેલા દરેક મા-બાપે એવું પણ ચકાસી લેવું જોઇએ કે એ તમારું સંતાન એનાં શોખને લઇને કેટલું ગંભીર છે? એની અંદર પોતાનાં શોખને લઇને ઊંડાણ છે ખરું? ધારો કે તમારું સંતાન કવિતા લખે છે અને એને લેખનની લાઇનમાં કરિયર બનાવવી છે તો એ નવા-નવા પુસ્તકો વાંચે છે કે નહીં એ તપાસો, એ કવિઓને મળે છે કે નહીં, કવિતાનાં કાર્યક્રમો સાંભળવા જાય છે કે નહીં એ ચેક કરો-જો એનામાં શબ્દોનું ઉંડાણ જ નહીં હોય તો એ વિચારી નહીં શકે અને લખી પણ નહીં શકે-અને જો એ લખી કે વિચારી નહીં શકે તો એ એની કરિયરમાં ક્યાંય આગળ નહીં વધી શકે. મા-બાપે પોતાનાં સંતાન સાથે બેસીને એની જીંદગીનાં ગોલ પર ડિસ્કસ કરવું જોઇએ. એ પૈસા વિશે શું વિચારે છે, લક્ઝુરિયસ લાઇફ એનાં લાઇફ મેપમાં ક્યાં છે-આવું જાણવું જોઇએ. જો એની જીંદગીમાં પૈસા અગત્યનાં છે, લક્ઝુરિયસ લાઇફ મહત્ત્વની છે તો એણે એવી જ કરિયર પસંદ કરવી જોઇએ જેમાં પૈસા હોય. જે કરિયરની મદદથી એ લક્ઝુરિયસ લાઇફ જીવી શકે. ઘણાં મોટિવેશનલ સ્પીકર્સ થ્રી ઇડિયટ્સનું ઉદાહરણ આપી સમજાવતા હોય છે કે-ફરહાને એન્જીનિયરીંગની ધીકતી નોકરી છોડી પોતાનાં શોખને પ્રાધાન્ય આપ્યું-તમારે પણ આપવું જોઇએ...!!! ના...આ વાત ખોટી છે-કારણ કે ફરહાન પાસે વિશ્વનાં સૌથી શ્રેષ્ઠ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરનો લેટર હતો-ફરહાન રેન્ચોને શોધવા માટે સ્કૂટર, રીક્ષા કે ટ્રેઇનમાં નથી જતો એ ફ્લાઇટમાં જાય છે અને ફ્લાઇટનાં બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરીને જાય છે. મા-બાપ તરીકે સંતાનને સાફપણે એવું સમજાવવું જોઇએ કે-જો તારો શોખ આ બધું જ આપી શકવાનો હોય તો અને તો જ તને ગમતી લાઇનમાં કરિયર બનાવ. બાકી, ફરહાનનાં પિતાની એક વાત સાચી છે કે જ્યારે તમે દોસ્તોને આગળ વધતા જુઓ છો-એ લોકો પૈસા કમાઇ રહ્યા છે અને તમે નથી કમાઇ રહ્યા તો એ જીંદગીની પસાર કરવી મુશ્કેલ થઇ જાય એવી પળ હશે. કરિયર પસંદ કરવાની આવે ત્યારે આદર્શ વાતોને બદલે પ્રેક્ટિકલ થવું ખૂબ જરૂરી છે-કારણ કે આદર્શ વાતો સાંભળવામાં, વિચારવામાં સારી લાગે છે જ્યારે વાસ્તવિકતા જીવવામાં ખૂબ ભયાવહ હોય છે. સોશિયલ મીડિયાનાં આ સમયમાં, એ.આઇ.માં ખૂબ ઝડપભેર આગળ વધી રહેલા આ યુગમાં કરિયર ત્યાં જ બનાવજો જ્યાં તમે સફળ થવાનાં છો એની પૂરેપૂરી ખાતરી હોય, જે તમને પૈસા કમાઇ આપે, બેંકના હપ્તા, મેડિક્લેમનું પ્રીમિયમ ભરવામાં મદદ કરે. શોખને કરિયર તરીકે ત્યારે અને ત્યારે જ પસંદ કરવો જોઇએ-જ્યારે એમાં સફળ થવાનો-પૈસા કમાવવાનો પૂરેપૂરો કોન્ફિડન્સ હોય-બાકી અણગમતી નોકરી છોડી ગમતી લાઇનમાં કરિયર બનાવવાની સલાહ આપતા લોકોથી દૂર થઇ જજો-કારણ કે આ લોકોની સલાહ જીંદગીનાં ગુગલ મેપને વિખેરી નાખતી હોય છે. કરિયર એ જ પસંદ કરજો જે તમને પૈસા કમાવી આપે કારણ કે પૈસા હાથનો મેલ નથી જ!!!
    Click here to Read More
    Previous Article
    સજાવટ:જૂની બંગડીઓનો જાદુ: વેસ્ટમાંથી બનાવો બેસ્ટ હોમ ડેકોર
    Next Article
    જ્ઞાન-વિજ્ઞાન:ગાયબ થતી કેલ્શિયમની મૂડી: ઓસ્ટિઓપોરોસિસ અને મહિલાઓ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment