Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતગણતરી પર સૌની નજર‎:વડાલી નગરપાલિકાનું સૌ પ્રથમ, પોશીના તા.પં.નું પરિણામ છેલ્લે આવવાની શક્યતા

    6 days ago

    ​સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને પ્રાંતિજ નગરપાલિકાની એક બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયા બાદ આજે મંગળવારે મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે 294 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 838 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો બપોર સુધીમાં થઈ જશે. જોકે, પોશીનામાં 83 ટકા મતદાન થયું હોવાને કારણે થોડું મોડું થઈ શકે છે. એ જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસા પાલિકા, બાયડ પાલિકા, જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતોમાં મળી કુલ 215 બેઠકો પર 586 ઉમેદવારો માટે આજે મતગણતરી હાથ ધરાશે. બંને જિલ્લાના મળી કુલ 1424 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો આજે બપોર સુધીમાં લગભગ આવી જવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જેમાં સૌથી પહેલા વડાલી પાલિકાનું પરિણામ જાહેર થઈ શકે છે.પોશીના તાલુકામાં 83 ટકા મતદાન થયું છે અને ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી તાલુકા પંચાયતનું પરિણામ મોટેભાગે છેલ્લું જાહેર થવાની સંભાવના છે. ​હિંમતનગર પોલિટેકનિક ખાતે જિલ્લા પંચાયતની 7 બેઠક, તાલુકા પંચાયતની 26 બેઠક અને પાલિકાની 41 બેઠક માટે આજે મંગળવારે સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરાનાર છે. ચૂંટણી વિભાગ દ્વારા કરાયેલ આયોજન મુજબ હિંમતનગર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 7 બેઠકનું પરિણામ સાડા ત્રણ કલાકમાં જાહેર થઈ જશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને ત્રણેય સંસ્થાની સવારે 9 વાગ્યે EVMમાં પડેલા મતની ગણતરી હાથ ધરાશે. પાલિકાના વોર્ડ નં-1નું પરિણામ સૌથી પહેલા જાહેર થશે. ટેકનિકલ સમસ્યા નહીં સર્જાય તો દર 15 થી 20 મિનિટે એક વોર્ડનું પરિણામ જાહેર થશે અને અંદાજે 12 વાગ્યા આસપાસ તમામ પાલિકાનું પરિણામ જાહેર થઈ જવાની સંભાવના છે. હિંમતનગર તાલુકા પંચાયતની શહેર આસપાસની બેઠકો અને સંલગ્ન જિલ્લા પંચાયતની બેઠકો ઉપર હુડાનો અંડર કરંટ અને ટિકિટોની ફાળવણીનો અસંતોષ ભાજપને દઝાડે છે કે ભાજપની ગાડીને પૂરપાટ દોડાવે છે તે જોવું પણ રસપ્રદ બની રહેનાર છે.
    Click here to Read More
    Previous Article
    મતદાનના આંકડા:હિંમતનગર પાલિકામાં વોર્ડ-3 થી 7 માં સરેરાશ 62 ટકા મતદાન થયું
    Next Article
    મતગણતરીને લઈને જાહેરનામું:પોલિટેકનિક હાઇવે 4 રસ્તાથી સિવિલના મુખ્ય દરવાજા સુધીનો માર્ગ આજે બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment