Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાનના આંકડા:હિંમતનગર પાલિકામાં વોર્ડ-3 થી 7 માં સરેરાશ 62 ટકા મતદાન થયું

    6 days ago

    હિંમતનગર પાલિકામાં 11 વોર્ડના કાઉન્સિલરોને ચૂંટવા થયેલ મતદાનની પેટર્ન જોતાં શહેરીજનોની નિરસતા બહાર આવી છે. વોર્ડ નં 3 થી 7 માં સરેરાશ 62 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે એકતરફી મહત્તમ મતદાન કરતાં વોર્ડ નં-3માં પ્રથમ વખત મતદારોએ 60 ટકા મતદાન કરી વોર્ડનું કાયમી પ્રતિનિધિત્વ કરતાં કોંગ્રેસના ઉમેદવારોને પોતાનો મિજાજ બતાવી દીધો છે. વોર્ડ નંબર 4માં થયેલ મતદાને ભાજપના ઉમેદવારોના ધબકારા વધારી દીધા છે તેવી જ રીતે વોર્ડ નં-10માં શિક્ષિત અને સાધનસંપન્ન મતદારોએ પણ સૌથી ઓછું 42.08 ટકા મતદાન કરી પોતાનો અણગમો બતાવતા ઉમેદવારોનું ટેન્શન વધ્યું છે. ​હિંમતનગર પાલિકાના 11 વોર્ડમાં તા.26-04-26ના રોજ સાંજ સુધીમાં 57.06 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં-3 મુસ્લિમ મતદારો ધરાવતો વોર્ડ છે અને લોકસભા વિધાનસભા ચૂંટણીમાં આ વોર્ડમાં 80 થી 90 ટકા મતદાન થાય છે જે લગભગ એકતરફી હોય છે પરંતુ આ વખતે 60.44 ટકા જેટલું ઓછું મતદાન પ્રથમ વખત નોંધાયું છે જેને પગલે વોર્ડનું કાયમી પ્રતિનિધિત્વ કરતાં કોંગી ઉમેદવારોને પોતાનો મિજાજ બતાવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. ​શહેરના વોર્ડ નં-4માં લઘુમતી વિસ્તારના ત્રણ બુથમાં કુલ 1740 મત પડ્યા છે અને સાડા ત્રણ હજાર જેટલું મતદાન થયું છે. તદઉપરાંત ઉમેદવારોની પસંદગીને લઈ ચાલતો આંતરકલહ ભાજપના ઉમેદવારો માટે ચિંતાનું કારણ બન્યા છે. તેવી જ રીતે નવા બનેલા વોર્ડ 10માં સૌથી ઓછું 42.08 ટકા મતદાન થયું છે અહીંના મતદારોએ પણ ઉમેદવારો પ્રત્યે અણગમો બતાવી દીધો છે. અહીંની મહિલાઓએ સમગ્ર શહેરમાં સૌથી ઓછું 36.82 ટકા મતદાન આ વોર્ડમાં કર્યું છે. વોર્ડ નં-7 અને વોર્ડ નં-5 માં એક-એક ઉમેદવાર વચ્ચે સામાજિક કારણોએ મહત્વની ભૂમિકા ભજવતા ભારે રસાકસી સર્જાવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:શહેરના 6 વોર્ડમાં ભાજપના કાર્યકરોની ‘શિસ્ત’, મતદાર સ્લિપો ઘરે પહોંચાડવાને બદલે લેટર બોક્સ અને સિક્યુરિટી કેબિનમાં ફેંકી દીધી!
    Next Article
    મતગણતરી પર સૌની નજર‎:વડાલી નગરપાલિકાનું સૌ પ્રથમ, પોશીના તા.પં.નું પરિણામ છેલ્લે આવવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment