Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:રાજકોટ ડીસીબીએ પીછા કરતાં દારૂ ભરેલી રીક્ષા પલટી મારી ગઇ, બુટલેગરને ઇજા

    2 days ago

    રાજકોટ ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી રિક્ષાનો પીછો કરતાં ચાલકે કાબુ ગુમાવતા પલટી ગઇ હતી. જેમાં બુટલેગરને ઇજા થઇ હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇની ટીમને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, રાહુલ ગોહેલ, ધારાભાઈ વાનરિયા, દીપક ચૌહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા તરફથી આવતી શંકાસ્પદ રીક્ષાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈ રીક્ષા ચાલક શાહરૂખ નુરાભાઈ સરવદી નાશી છૂટવા પુરપાટ ઝડપે ભાગ્યો હતો. જોકે પીછો કરતા થોડે અંતરે જ તેણે કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં શાહરૂખને જમણા પગે ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે રીક્ષાની તલાશી લેતા તેમાંમાંથી દારૂની કુલ 336 બોટલો મળી આવી હતી. રીક્ષા અને દારૂ સહિત કુલ રૂ.1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં શાહરૂખે કબૂલ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભગવતીપરાના આરીફ હાસમભાઈ જુણાચ નામના શખ્સે ચોટીલા હાઈવે પર આપ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચવા જણાવ્યું હતું. પોલીસે ફરાર આરોપી આરીફને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભૂલકાઓના સ્વાસ્થ્યના હિતમાં નિર્ણય:હીટવેવને પગલે શાળાના બાળકોને 12 વાગ્યા પહેલા છોડી દેવાશે
    Next Article
    આત્મહત્યા:રેલનગરમાં આર્થિક સંકડામણથી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment