Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:રેલનગરમાં આર્થિક સંકડામણથી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    2 days ago

    શહેરમાં આર્થિક સંકડામણના કારણે વધુ એક યુવાને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા તેજસભાઈ (લાલો) જીતેન્દ્રભાઈ જેઠવા (ઉં.વ.35)એ રવિવારે ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક તેજસભાઈ દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કામધંધો ન ચાલતા આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કાળીપાટના પાટીયા પાસે યુવાને ફીનાઇલ ગટગટાવ્યું શહેરના આજીડેમ ચોકડી પાસે રહેતા અને છેલ્લા એક વર્ષથી બેકાર રહેતા યુવકને પિતાએ કામધંધો કરવા બાબતે ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવી યુવકે પિતા જ્યાં નોકરી કરે છે તે ત્રંબાની ભરાડ સ્કૂલ પાસે જઈ ફિનાઈલ પી લીધું હતું. જોકે, પુત્રને ઉલટી થવા લાગતા પિતાએ તુરંત તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આજીડેમ ચોકડી પાસે શિવમ પાર્કમાં રહેતા અક્ષય જયદેવભાઈ શીલુ (ઉ.વ. 26) છેલ્લા એક વર્ષથી બેકાર હતો અને કોઈ કામધંધો કરતો નહોતો. જુવાનજોધ પુત્ર ઘરે બેસી રહેતો હોવાથી પિતા જયદેવભાઈએ તેને નોકરી કે કામધંધો વળગી જવા માટે શિખામણ આપી ઠપકો આપ્યો હતો. પિતાની આ વાત અક્ષયને લાગી આવતા તે બપોરે ઘરેથી નીકળી ગયો હતો. અક્ષયના પિતા જયદેવભાઈ ત્રંબાની ભરાડ સ્કૂલમાં નોકરી કરે છે. અક્ષય ત્યાં પહોંચ્યો હતો અને સ્કૂલ નજીક કાળીપાટના પાટીયા પાસે ફિનાઈલ પી લીધું હતું. અચાનક પુત્રએ ઝેરી દવા પી લેતા અને તેને ઉલટીઓ થવા લાગતા પિતાએ જ તાત્કાલિક રીક્ષા કે વાહન મારફતે પુત્રને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો તૈયાર કર્યા હતા. એક વર્ષની બેકારી બાદ પિતાના ઠપકાથી ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:રાજકોટ ડીસીબીએ પીછા કરતાં દારૂ ભરેલી રીક્ષા પલટી મારી ગઇ, બુટલેગરને ઇજા
    Next Article
    Delhi to organise free pilgrimage for 1,300 devotees to Somnath Temple

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment