Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૌનનું મહાત્મ્ય:રાજકોટમાં ગૌ ધામ શિવ કથામાં મૌન, ભસ્મ અને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો મહિમા સમજાવાયો

    2 days ago

    રાજકોટમાં અમૃતવાટિકા ગ્રાઉન્ડ, મવડી ખાતે જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા શિવ કથાકાર ગીરીબાપુના સ્વમુખેથી ગૌ ધામ શિવ કથા નું આયોજન કર્યું છે જેના ચોથા દિવસે ગીરીબાપુએ જણાવ્યું હતું કે, ખાસ કરીને બે અવસ્થામાં માણસે મૌન રહેવું જોઈએ એક જેનું તપ પરિપક્વ થઈ ગયું હોય તેને મૌન રહેવું જેની ઉંમર વધી જાય તેને પણ મૂળ રહી વૃદ્ધ માણસને બોલવાની અને ખાવાની વધુ આદત હોય છે. મોન રહેવાથી અનેક ફાયદા થાય છે. મૌન વ્રત શંકર ભગવાનને ખૂબ જ પ્રિય છે. આથી જો બની શકે તો સાત દિવસમાંથી એક દિવસ મન રહેવું એમ ન થાય તો સવારના સમયે મૌન રહેવું અથવા સંધ્યા સમયે મૌન રહેવું. કળિયુગમાં ઓમ નમ: શિવાય મંત્રજાપ કરવાથી માણસ સુખી થાય કથા વક્તાએ જણાવ્યું હતું કે, મંત્રોનો મંત્ર સર્વોત્તમ મંત્ર ઓમ નમઃ શિવાય છે કળિયુગમાં પણ જે કોઈ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તે માણસ સુખી થાય છે કોઈપણ સ્થિતિમાં ઓમ નમઃ શિવાય નો જાપ કરી શકાય છે અને સાધના કે મંત્રનું ફળ છ મહિના બાદ જ મળે છે ભક્તો પોતાની ઈચ્છા અનુસાર મંત્ર જાપ કરી શકાય છે. જે મનુષ્ય ઓમ નમઃ શિવાયના મંત્રની પૂજા કરે છે તેનું અકાળે મૃત્યુ પણ નથી થતું. આધ્યાત્મિક સંદેશ: રુદ્રાક્ષ ધારણ કરો અને મોબાઇલનો ઉપયોગ ટાળો વર્તમાન સમયમાં મોબાઇલના વધતા જતા ઉપયોગને લઇ જણાવ્યું હતું કે મોબાઈલ બોમ્બ સમાન છે મોબાઈલ નો અતિરેક ઉપયોગ ન કરવો. ઉપરાંત રુદ્રાક્ષનું મહત્વ પણ સમજાવ્યું હતું જેમાં એક મુખી રુદ્રાક્ષ નિરાકાર શિવ સ્વરૂપ છે તથા બે મુખી અને ગૌમુખી રુદ્રાક્ષ બહેનો પણ પહેરી શકે છે જ્યારે ત્રણ મુખી વિદ્યાર્થીઓ માટે છે, ચાર મુખી કોઈપણ વ્યક્તિ પહેરી શકે છે પાંચમુખી આરોગ્ય સંપત્તિ માટે, છ મુખી સફળતા મેળવવા માટે છે સાત મુખી કામના પૂર્તિ અને ધનપૂર્તિ માટે છે તથા આઠ મુખથી અટભેરવ સમાન ભય મુક્તિ માટે છે જ્યારે નવું મુખી શક્તિ ઉપાસકોએ પહેરવો અને 10 મુખી વિષ્ણુજીના ભક્તોએ પહેરવો તથા 11મુખી રક્ષા કરનાર છે અને બારમુખી 12 સૂર્ય સમાન છે જ્યારે 13 મુખી વિશ્વદેવ સમાન સૌભાગ્ય બનાવે છે જ્યારે 14 મુઠી પરમ સદાશિવનું સ્વરૂપ છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ભરઉનાળામાં લીંબુના ભાવનો પારો ઊંચે ચડ્યો: શાકભાજીના ભાવમાં ‘મિક્સ વેજ’ જેવો માહોલ, ક્યાંક રાહત તો ક્યાંક આકરો ડામ
    Next Article
    ભૂલકાઓના સ્વાસ્થ્યના હિતમાં નિર્ણય:હીટવેવને પગલે શાળાના બાળકોને 12 વાગ્યા પહેલા છોડી દેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment